ટિપ્સ ફ્રોમ મોમJanuary 08, 2019

મકરસંક્રાંતિના આહારનું આયુર્વેદીય મહત્ત્વ
મકરસંક્રાંતિ - ઉત્તરાયણ એક વિશેષ રીતે ઊજવાતો તહેવાર છે. મકરસંક્રાંતિમાં તલ-ગોળ-ઘી ની ચીકી, વિવિધ ધાન્યનો ખીચડો, આ બધાં પારંપરિક આહાર વિશેષ આયુર્વેદિક મહત્ત્વ પણ ધરાવે છે.
 તલ સ્વભાવે જ વાયુશામક છે. શિયાળામાં ઠંડી, રુક્ષતાનાં કારણે વાયુ વધે છે. તલની વાનગીઓ વધેલા વાયુનું શમન
કરે છે.
 તલ-ગોળ-ઘીનાં લાડુ, ચીકીનું મિશ્રણ ઉષ્ણ, સ્નિગ્ધ અને ગુરુ છે. જે ઠંડી સામે રક્ષણ આપે છે, રુક્ષતા દૂર કરે છે, વાયુશામક અને જઠરાગ્નિને સહાયક છે.
 જે બાળકોને શય્યા-મૂત્ર (ઇયમ-ૂયિિંંશક્ષલ)ની તકલીફ હોય છે એમને પણ તલ-ગોળના લાડુ, ચીકી
લાભકારક છે.
 મકરસંક્રાંતિ પર બનાવવામાં આવતા ખીચડામાં ઘી, લસણ, આખા ધાન્ય, કોથમીર, પાલક, મેથી, વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધાં ઘટકો વાયુનું શમન કરવાની સાથે સાથે કરોડરજ્જુ અને સાંધાની તકલીફો માટે પણ ઉપયોગી બની રહે છે.
 જો મકરસંક્રાંતિ પર તલ-ગોળનું સેવન ન કરવામાં આવે તો વસંત ઋતુમાં કફ અને વર્ષા ઋતુમાં વાતરોગ શીઘ્રતાથી થઈ શકે છે.
 ઉત્તરાયણનો આહાર કફશામક અને પિત્તવર્ધક છે, જેથી શરીરની આંતરિક ઉષ્ણતા બની રહે છે અને કફનાં રોગો નથી થતાં.
 તલ, ઘીની સ્નિગ્ધતાનાં કારણે શરીરને અંદરથી પોષણ અને સ્નેહન મળે છે, બળવર્ધક છે, અસ્થિઓને મજબૂત બનાવે છે, ત્વચાને કાંતિ અને પોષણ આપે છે, નખ, હાડકાં, સાંધા,વાળને પણ પોષણ આપે છે, રોગપ્રતિકારકશક્તિ વધારે છે, નાનાં-મોટાં દુ:ખાવા દૂર કરે છે.
- ડો. હેતલ આચાર્ય, ખ.ઉ.(આયુર્વેદ-પંચકર્મ) રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત