સેન્સેક્સ ફરી 36000, નિફ્ટી 10800ને પાર

 ડોલર સામે રૂપિયો પણ 42 પૈસા મજબૂત
રાજકોટ તા,7
ગત અઠવાડીયે શેરબજાર ઉપર ભારે દબાણ રહ્યા બાદ ચાલુ અઠવાડીયાના પ્રારંભે જ શેરબજારમાં અને ડોલર સામે રૂપિયામાં શાર્પ રિક્વરી જોવા મળી છે. આજે સવારે શેરબજાર ખુલતા જ સેન્સેક્ટ 331 પોઇન્ટ વધીને 36026ની સપાટીએ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જયારે નિફ્ટીમાં પણ 91 પોઈન્ટનો વધારો નોંધાતા નિફ્ટી 10816ના સ્તરે ટ્રેડ કરતી જોવાઈ હતી.
ચાલુ સપ્તાહના પ્રારંભે સેન્સેકસ ફરી 36 હજારને અને નિફ્ટી 10800ને પાર રહ્યા હતા.
આજરીતે સ્મોલકેપમાં પણ 118 પોઈન્ટ અને મિડકેપમાં પણ 95 પોઈન્ટનો સુધારો જોવાતા માર્કેટ સેન્ટીમેન્ટ પોઝીટીવ જણાવ્યું હતું.
શેરબજારની સાથે રૂપિયો પણ મજબુત બન્યો હતો અને ડોલર સામે રૂપિયો 42 પૈસા મજબુત ખુલી 69.29ના સ્તરે ટ્રેડ કરતો હતો.