સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ: એક પંથ દો કાજJanuary 05, 2019

ર017 જુન મહિનાથી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં ર000 સુધી રોડ ડ્રાઇવ કરીને અમદાવાદના જગત શાહ 3પ સિટીમાં ફર્યા ત્યાં રહેલા 3000 નોન રેસીડેન્સ ઇન્ડિયનને મળ્યા અને તેમણે તેમના વતન વિશે જાગૃત કરી ભારતના ગામડા એડોપ્ટ કરવાનો નવો વિચાર આવ્યો જેમાં ‘એક પંથ અને દો કાજ’ વતન પ્રત્યે ઋણ ચુકવવાની તક મળી અને વતનની પ્રગતિનો આનંદ પણ ખરો.
જગત શાહની આ વાતને બધાએ ઉત્સાહથી વધાવી લીધી અને ભારતના 19 રાજ્યોના 6ર જેટલા ગામ એનઆરઆઇએ દતક લીધા જેમાં ગુજરાતના 1ર ગામોનો પણ સમાવેશ થાય છે. પ્રારંભમાં તેઓ સ્વચ્છતા પ્રતિયોગીતા જેવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા વિશે જાગૃતિ લાવે છે. આમ જુદા જુદા કાર્યક્રમોમાં ગ્રામજનો અને જે તે એનઆરઆઇ વચ્ચે કડીરૂપ બની અનેક ગામડાઓનો વિકાસ થયો છે.
દરેક ગામમાં જે તે કાર્યને સંભાળવા એક મેનેજરની નિમણૂક કરવામાં આવે છે તે દરેક કાર્ય સંભાળી લે છે. તેમની આ યોજના સરકાર સામે રાખતા હવે આગળ સરકાર તરફથી પણ મદદ મળવા લાગી છે.
ધીમે ધીમે બીજા ગામડાઓને પણ આ જ રીતે સરકાર અને એનઆરઆઇની સહાય વડે સમૃધ્ધ કરવાની યોજના છે. જગત શાહ આ કાર્ય પોતાની સામાજિક ફરજ સમજીને કરી રહ્યા છે.