તરછોડાયેલી રોગગ્રસ્ત બાળકીને હૈદરાબાદના દંપતીએ દત્તક લઇ સમાજને નવો રાહ ચિંધ્યોDecember 20, 2018

લગ્ન પછી સંતાન નહીં કરવા પણ દત્તક લીધેલ બાળાનો ઉછેર કરવાની પ્રતિજ્ઞા
વઢવાણ તા.20
સુરેન્દ્રનગર શીશુગૃહ માટે આજનો દિવસ ઐતિહાસીક બની રહ્યો હતો. જેમાં દંપતિ એવી અમેરીકન યુવતિ અને હૈદરાબાદના યુવકે બાળકીને દત્તક લઇ સમાજને નવી પ્રેરણા પુરી પાડી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના ચીલુત હોમ (શીશુ ગૃહ) માં એક તરછોડાયેલી બાળકીને લાવવામાં આવી હતી. તેનું સંસ્થા દ્વારા રૂચા નામ રખાયું હતું તબીયત સારી નહી જણાતા તેની સારવાર શરૂ કરાઇ હતી. તેમાં માસુમ પડના બાળકીને થાઇરોડની બીમારી જોવા મળી હતી. આથી ખુબ કાળજી લેવી પડે દરમ્યાન ચાઇલ્ડ વલફેર કમીટીના ચેરપર્સન કુંદનબેન પુજારાએ આ બાળકીને દત્તક આપવા સરકારી વેખ સાઇટમાં વિગત મુકી હતી. આ વિગત વાંચી બાળક દત્તક લેવા ઇચ્છનાર હૈદરાબાદના દંપતિએ બાળકીને દત્તક લેવા ઇરણ વ્યકત કરી હતી.
આથી હૈદરાબાદથી ઉત્તમ વીન સ્ટન વેલપુલા અને તેમના પત્ની હેથર નિકોલ વલપુલાએ ઇરણ વ્યકત કરતાં દંપતિની દીલની લાગણી પારખીને સુરેન્દ્રનગરમાં આવેલ ખાસ એડોપ્શન એજન્સીએ તમામ પ્રક્રિયા શરૂ કરી હતી.
આ દંપતિએ અમેરીકામાં સાથે અભ્યાસ કરતા લગ્ન કર્યા હતાં. આથી સરકારી નિયમોને આધીન તમામ પ્રક્રિયા પુરી કરી સરકારી નિયમોને અધીન મંજુરી માંગતા ત્યારથી મુજુરી મલના આ ખ્રિસ્તી દંપતીએ લગ્ન બાદ બાળક નહી કરવા અને કોઇ બાળકને દત્તક લેવા નિર્ણય કર્યો હતો. તેમને બોલાવતાં તેમણે આ રૂમા ઉપર પસંદગી ઉતારતા સરકારી મંજુરી મળતા આથી બન્ને પતિ-પત્નિીને હૈદરાબાદથી સુરેન્દ્રનગર બોલાવતા દંપતિ જ્યાં રહેતી હતી તેના ઘરની મુલાકાત લીધી હતી.
આથી સરકારી વિભાગોને જાણ કરી આજે સુરેન્દ્રનગરના શિશુગૃહ ચાઇલ્ડ વેલફેર કમીટીના અજયભાઇ મોટકા, રોહિતભાઇ, પ્રફુલ્લભાઇ પ્રકાશભાઇ જયેશભાઇ વિગેરેએ પુર્ણ તપાસ કરી કાયદાકીય તમામ વિધિપુર્ણ કરી આજે સવારે એસડીઓ મકવાણા અને કુંદનબેન પુજારાના હસ્તે બાળકીને ખિસ્તી દંપતિને સોંપવામાં આવી હતી.