આજથી 1199 રૂપિયામાં પોરબંદરથી ઉડો અમદાવાદDecember 19, 2018

પોરબંદર તા.19
ટ્રુ જેટ દ્વારા આજથી પોરબંદર અમદાવાદ-પોરબંદર ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો. ઉડાન યોજના હેઠળ ટ્રુ જેટ એરલાઇન્સ દ્વારા આજથી અમદાવાદથી સપ્તાહમાં 4 દિવસ પોરબંદર અને જેસલમેર માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી.
પોરબંદરની ફ્લાઇટનું ભાડું 1,199 રૂપિયા છે જ્યારે જેસલમેરનું ભાડું 1,499 રૂપિયા રહેશે. બન્ને ફ્લાઇટ્સ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવારે ઓપરેટ થશે. અમદાવાદથી પોરબંદર ફ્લાઇટ સવારે સવા સાત વાગે જ્યારે પોરબંદરથી અમદાવાદની ફ્લાઇટ સવારે 8:55 વાગે રહેશે. જ્યારે અમદાવાદથી જેસલમેર ફ્લાઇટ સવારે 10:35 વાગે અને જેસલમેરથી અમદાવાદની ફ્લાઇટ બપોરે 12:55 વાગે રહેશે. ટ્રુ જેટના ચીફ કોમર્શિયલ ઓફિસર સુધીર રાઘવનના જણાવ્યાં મુજબ કેન્દ્રના ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઉડાન યોજના હેઠળ દેશમાં અનેક એરલાયન્સને મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં અમદાવાદને અન્ય શહેરો સાથે જોડતી ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી અપાયેલી છે.