...આમ એસ.એસ.સી. પાસ તનુજા બન્યા પ્રો.ડો.તનુજા કલોલાDecember 18, 2018

1993ની સાલની વાત છે.
એસએસસી બોર્ડમાં એ વિદ્યાર્થીનીને ડિસ્ટીંકશન માર્કસ આવે છે પરંતુ પરિવાર અને સમાજની વધુ ભણવાથી ભવિષ્યમાં સારુ પાત્ર નહી મળેની માન્યતાના કારણે અભ્યાસ અટકાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એક દાયકાના સમય પછી પરણીને સેટ થયા છે ત્યારે જે પાત્ર મળ્યું એણે જ પોતાની પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું એટલુ જ નહીં બધી જ રીતે મદદ કરી. આમ જેની પરિવારમાં સૌથી ઓછુ ભણેલ વ્યક્તિ તરીકે ગણતરી થતી તેના બદલે સાસરી અને પિયર બંને પરિવારમાં સૌથી વધુ અભ્યાસ કરી તેણીએ સફળ બની દેખાડ્યું. આ વાત છે હાલ કોટડા સાંગાણીની ઠાકર શ્રીમુળવાજી વિનયન કોલેજના આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો.ડો.તનુજા કલોલાની.
મોહનભાઇ બચાણી અને પુષ્પાબેન બચાણીની સાત પુત્રીમાં ચોથા નંબરના તનુજાએ એસએસસીની પરીક્ષા 93’ની સાલમાં આપી, 2002માં લગ્ન થયા, 2005માં પુત્રનો જન્મ થયો. ત્યારબાદ 2007માં ફરી અભ્યાસ શરૂ કરવાના નિર્ણય સાથે 11માં ધોરણની પરીક્ષા આપી ત્યારબાદ તનુજાએ પાછુ ફરીને જોયું નથી. બી.એ., એમ.એ. કર્યા બાદ પીએચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટમાં યુનિ.
ફર્સ્ટ આવ્યા. ‘રાઈટ ટુ એજયુકેશન 2009’ વિષય પર પીએચ.ડી. કર્યુ.
ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી
ટેસ્ટ, જીસેટની એક્ઝામમાં પણ
ગુજરાત ફર્સ્ટ આવ્યા ત્યારબાદ દરેકના સ્વપ્ન રૂપ જીપીએસસીની પરીક્ષામાં પણ સફળ થયા.
બે પુત્રો દેવાંશ અને આદિત્યની સંભાળ તેમજ સંયુક્ત પરિવારની જવાબદારી વચ્ચે પણ સતત પોતાના ધ્યેયને યાદ રાખીને વાંચન... વાંચન અને ફક્ત વાંચન કરી પોતાની આ સિધ્ધિ મેળવી છે. તેમની આ યાત્રામાં હાલ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા તેમના પતિ રક્ષિત કલોલાનો મહત્વનો ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે અભ્યાસ, નોકરીની જવાબદારી સાથે તનુજા ખુબ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે અને દરેકની પસંદગીનું ધ્યાન રાખે છે.
હાલ તનુજાનું પ્રોફેસર બનવાનું સ્વપ્ન તો પૂર્ણ થયું છે પરંતુ હજુ તેમને આરટીઈમાં વધુ અભ્યાસ કરવો છે તેમજ કલાસવનની પરીક્ષામાં પણ સફળ થવું છે. ડો.તનુજા કલોલાને તેમના સ્વપ્નો સાકાર થાય એ માટે ‘ગુજરાત મિરર’ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ. ...પરંતુ હવે બંને પરિવારમાં અભ્યાસમાં અવ્વલ
તેઓ જે પરિવારમાં પરણીને ગયા ત્યાં દરેક સભ્ય શિક્ષિત હતા. સસરા વસંતભાઇ કલોલા શિક્ષક હતા. તેમજ સાસુ પ્રતિમાબેન કલોલા બીએસએનએલમાં સર્વિસ કરતા હતા. તેથી પુત્રવધૂ તનુજાને પણ ભણવાનો વિચાર આવ્યો તેના આ વિચારને દરેક સભ્યોએ વધાવી લીધો એટલું જ નહીં દરેક પ્રકારે મદદ કરીને પ્રોત્સાહન પુરુ પાડ્યું પરિણામે આજે ડો.તનુજા કલોલાની ગણતરી સાસરી અને પિયર પક્ષના પરિવારમાં સૌથી વધુ ભણેલ વ્યક્તિ તરીકે થાય છે. આ છે તેમની સફળતાનું ‘રાઝ’
હ 18 વર્ષ પછી ફરી અભ્યાસ કરવો કઠીન હતો પરંતુ તનુજાએ આ માટે કમર કસી હતી.
હ બધા સુઈ જાય પછી તેમનું વાંચન શરૂ થતું એટલું જ નહીં જયાં અને જયારે સમય મળે ત્યારે તેમના હાથમાં બુક્સ જોવા મળે.
હ કોઇ પણ ટ્યુશન કલાસીસ નહીં, ટેલીવીઝન નહી તેમજ મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં.
હ જયાંથી જે મળે તે બધુ જ વાંચી આત્મસાત કરી ચિંતન-મનન કરતા. સકારાત્મક વિચારો સફળતા સુધી દોરી જશે
જો તમે તમારા વિચારો સકારાત્મક રાખશો તો તમે તમારો ગોલ ચોક્કસ મેળવી શકશો. નિશ્ર્ચિત ગોલ માટે તમે મક્કમ બનશો તો સંજોગો પણ તમારી ફેવરમાં ઉભા થશે અને આસપાસના લોકોનો પણ સહકાર મળશે જે તમને ચોક્કસ ધ્યેયપૂર્તિ સુધી દોરી જશે. જીપીએસસીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક... નકારાત્મક વાતોથી દૂર રહો: તનુજાની ઉપયોગી ટીપ્સ
જીપીએસસીની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓમાં અનેક નકારાત્મક વાતો અને ગેરમાન્યતા ઘર કરી ગઇ હોય છે જેની અસર તેમના પરિણામ પર પડે છે આ માટે તનુજા ભારપૂર્વક જણાવે છે કે જીપીએસસીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને એટલે જ ખોટી વાતોથી દૂર રહીને ફક્ત વાંચન કરો. વર્તમાન ઘટનાઓથી વાકેફ રહો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો તમને સફળ થતું કોઇ રોકી નહીં શકે.