ફૂડ ટોક December 18, 2018

તંદુરી મટકા ઉંધીયુ
: સામગ્રી :
મિકસ કંદ અને શાક - 2 કપ નાના પીસ કરેલા તેમાં બટાકા, ગાજર, રતાળુ, શકકરિયા, 50 ગ્રામ તુવેરના દાણા, 100 ગ્રામ દેશી પાપડીના દાણા, 50 ગ્રામ વટાણાના દાણા, 25 ગ્રામ લીલા ચણા (જીંજરા)
: વેરિએશન માટે :
2 ટે.આદુ - લસણની પેસ્ટ, 2 ટે. સ્પુન તંદુરી વેજ. મસાલો, અડધી ટી. સ્પુન મરી પાવડર, એક ટે.સ્પુન તેલ, એક લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ટી.સ્પુન અજમો, જરૂર મુજબ પાણી
: સર્વીંગ માટે :
ફુદીના, મરચાની ચટણી અથવા કોઠાની ચટણી તલનું તેલ, સેવ
: રીત :
સૌ પ્રથમ બે નાના બાઉલ લેવા. એક બાઉલમાં કંદ લેવા. બીજા બાઉલમાં દાણા વાળા શાક લેવા.
- બન્ને બાઉલમાં આદુ - લસણની પેસ્ટ નાંખવી.
- વેજ તંદુરી મસાલો નાંખવો.
- મરી પાવડર અને મીઠુ ઉમેરવા.
- તેલ નાખવું
- લીંબુનો રસ ઉમેરવો
- બન્નેમાં 2 - ચમચા પાણી નાંખી બધુ મિકસ કરી લેવું. 10 મિનિટ રેસ્ટ આપવો.
- એક એલ્યુમિનિયમ ફોઈલ લઈ તેના બે ભાગ કરવા
- એક ભાગમાં કંદ વાળુ મિશ્રણ મૂકવું
- બીજા એલ્યુમિનિયમ ફોઈલમાં દાણા વાળુ મિશ્રણ મૂકી પાર્સલ તૈયાર કરવા
- તે દરમિયાન માટલાને ગેસ પર ગરમ કરવા મુકવું
- થોડું પહોળુ માટલુ અથવા માટીનું વાસણ લઈ શકાશે
- તેની અંદર જાળી વાળુ વાસણ અથવા ગોલા - સ્ટીક ભીની કરીને આડી - ઉભી ગોઠવીને તેની પર બન્ને
પાર્સલને મુકી દેવા.
- માટલાની ધારથી પાર્સલ થોડા દૂર રાખવા.
- ત્યાર પછી માટલાને એલ્યુમિનિયમ ફોઈલ લગાવી ઢાકણું ઢાકી બંધ કરી લેવું જેથી તેની વરાળ બહાર ન જાય.
- લગભગ 30 મિનિટ અથવા બરાબર કુક ન થઈ જાય ત્યાં સુધી ગેસ પર રાખવું.
- કુક થઈ ગયા પછી પાર્સલ ખોલી ઉપર તંદુરી ચાટ મસાલો છાંટવો
- સર્વીંગ બાઉલમાં લઈ ઉપર ફુદીનાનું પાન મુકવું.
- સાથે ફુદીના - મરચા - કોથમીરની ચટણી અને કોઠાની ચટણી મુકવી
- લીંબુની સ્લાઈઝ મુકવી
- તલનું તેલ મુકવું
- ઊપર સેવ નાખી ગરમ ગરમ તંદુરી મસલા ઉંધીયુ સર્વ કરવું.
: વેરીએશન :
જૈન ઉંધિયુ બનાવવા લસણનો ઉપયોગ ન કરવો. શકકરિયા અને કંદની જગ્યાએ કાચા કેળા અને ગાજરની જગ્યાએ કાકડીનો ઉપયોગ કરવો અને તંદુરી મસાલાના બદલે કીચન કીંગ મસાલાનો ઉપયોગ કરવો.
પીઝા સ્ટાઈલ રોટલો
: સામગ્રી :
1 વાટકી બાજરાનો લોટ, 3 ટી સ્પુન લીલુ લસણ - બારીક કાપેલુ, (સૂકુ લસણ- ક્રશ કરીને લઈ શકાય), 3 ટી સ્પુન ઘી, અડધી ટી સ્પુન ધાણાજીરુ, અડધી ટી સ્પુન લાલ મરચુ, જરૂર મુજબ મીઠુ અને પાણી, રોટલો શેકવા માટે ઘી દોઢ ચમચી
: સર્વીંગ માટે :
ટમેચો કેચપ - 2 ટી.સ્પુન, ચીઝ જરૂર મુજબ
: રીત :
- સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લઈ તેમાં લીલુ લસણ સાંતળવું.
- તેને બહુ બ્રાઉન થવા ન દેવું.
- તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરુ નાખી મિકસ કરી લેવું.
- ગેસ બંધ કરી એક બાઉલમાં કાઢી લેવું.
- બાજરાના લોટમાં સ્વાદ મુજબ મીઠું અને અને પાણી નાખી લોટ મસળી લેવો.
- અને થેપીને રોટલો તૈયાર કરવો.
- તાવડીમાં રોટલો નાંખી ઉપર બાજુ રોટલામાં આંગળીના ટેરવાથી ખાડા પાડી લેવા
- ત્યારપછી રોટલાને બીજી - બાજુ એટલે કે ખાડા વાળા ભાગ બાજુ પણ શેકી લેવો.
- બન્ને બાજુ શેકાઈ ગયા બાદ રોટલામાં ખાડા - વાળા ભાગ બાજુ તૈયાર કરેલુ લસણ વાળુ મિશ્રણ આખામાં સ્પ્રેડ કરવું
- હવે એક તવી (લોઢી)માં ઘી મુકી રોટલાને બન્ને બાજુ ઘી થી શેકી લેવો.
- નીચે ઉતારી તેની પર કેચપ લગાવી સ્વાદ મુજબ ચીઝ ખમણીને નાખવું
- ચીઝની સાથે ત્રિકોણ પીસ કરી ગરમ - લસણિયો રોટલો દહીં સાથે સર્વ કરી શકાય.
: વેરીએશન :
જૈન બનાવવા લસણના બદલે કોથમીર મરચાની પેસ્ટ લઈ શકાય. અને ડાયેટ માટે ચીઝની જગ્યાએ પનીરમાં મીઠુ ઉમેરી સ્પ્રેડ કરી શકાય.