સાધકો 50 કલાક મૌન પાળી સાધના કરશેDecember 29, 2018

રાજકોટ તા.29
માનવીય મૂલ્યોથી સમાજનો મૂલ્યવાન બનાવવાના લક્ષ્યથી છેલ્લા 83 વર્ષથી પ્રયાસ કરી રહી છે. આંતર રાષ્ટ્રીય સંસ્થા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય 1936માં સિંધ હૈદરાબાદમાં સંસ્થાની સ્થાપના થઇ સૌરાષ્ટ્રની ધરાને આધ્યાત્મિક મૂલ્યોથી સંપન્ન કરવા સન 1969માં રાજકોટ ખાતે ઇશ્ર્વરીય બીજારોપણ કરવામાં આવ્યું.
રાજયોગીની ભારતીદીદીજીના માર્ગદર્શન હેઠળ આજે હજારો રાજયોગી ભાઇઓ-બહેનો આ માનવતાની સેવામાં જોડાયેલ છે. સમસ્ત રાજકોટ માટે ગૌરવ સમાન 1969માં સ્થાપિત આ સંસ્થા આગામી 2019માં 50 વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે બ્રહ્માકુમારીઝ રાજકોટ પરિવારમાં અનેરો થનગનાટ છે.
સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન વિસ્તારની સેવા વગેરે 50 પ્રોગ્રામો પુરા વર્ષમાં કરવામાં આવશે 50 થી પણ વધારે રાજકોટની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ કેમ્પનું આયોજન કરેલ છે. બ્રહ્માકુમારીઝના રાજકોટના દરેક સેવાસંકુલો પર 50 દિવસની રાજયોગની સાધના દ્વારા અનેક લોકો તન-મનની તંદુરસ્તી અનુભવશે.
સુવર્ણ જયંતીમાં પ્રતિ સોમવારે -મન,મુખ તથા ડીઝીટલ મૌન વ્રત રાખશે. તેમજ પ્રતિદિન સુંદર સ્વમાનના અભ્યાસથી સ્વયંને જાગ્રત કરશે. સમસ્ત વિશ્ર્વમાં શાંતિ, સદ્ભાવનાના કિરણો ફેલાવવાના લક્ષ્યથી 2019 ગોલ્ડન જ્યુબલીનો શુભારંભ તા.1જાન્યુ, 2019 મંગળવારે સવારે 4 થી 3/1, ગુરૂવાર સવારે 7 સુધી નિરંતર, અખંડ 50 કલાકની મૌન સાધનાથી થશે. ‘જ્યોતિ દર્શન’ 1 પંચશીલ સોસોયટી, દોશી હોસ્પિટલ સામ, રાજકોટ ખાતે આ મૌન સાધનામાં અનેક -બ્રહ્માકુમારીઓ જોડાશે.