ધ્રાંગધ્રા નજીક કાર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલDecember 29, 2018

ધ્રાંગધ્રા તા.29
ધ્રાગધ્રા શહેરમા છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવોમા વધારો થયો છે ત્યારે ગઇકાલ સાંજે ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલા જેગડવા ગામ નજીક ઓટો રીક્ષા તથા સ્વીફ્ટ કારની ધડાકાભેર ટક્કર થઇ હતી જેમા રીક્ષા ચાલક સહિત બે પતિ-પત્નિ આધેડ પેસેન્જરને ગંભીર ઇજાઁ થઇ હતી જ્યારે સામે સ્વીફ્ટ કારમા સવાર ડ્રાઇવર સહિતનાઓને પણ નાની મોટી ઇજાઁ થઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષા સામે સ્વીફ્ટ કાર અથડાતા રીક્ષાના આગળ ડ્રાઇવરના ભાગે રીક્ષા પડીકુ વળી ગઇ હતી જ્યારે સ્વીફ્ટ કારને પણ આગળના ભાગે ખુબજ વધ નુકશેન થયુ હતુ આ અકસ્માત પ્રથમ દ્રષ્ટી જોતા રીક્ષામા સવાર ઇજાઁગ્રસ્તોની હાલત જાણી શકાતી હતી. ત્યારે અકસ્માત બાદ એક ઇજાઁગ્રસ્તને રાહદારીઓ દ્વારા તુરંત સારવાર માટે ધ્રાગધ્રા ખસેડી અન્ય ઇજાઁગ્રસ્તોને સારવાર પુરી પાડવા તુરંત 108ને જાણ કરતા 108ના ચાલક વિરેન્દ્રસિંહ દ્વારા થોડીજ ક્ષણોમા ઘટનાસ્થળે પહોચી રીક્ષા ચાલક રવીભાઇ ચૌહાણ તથા પેસેન્જર મંજુબેન બંસીલાલ નામના ઇજાઁગ્રસ્તોને ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ લવાયા બાદ તુરંત સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. જ્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પીટલે એક રીક્ષા ચાલક સહિત બે આધેડ દંપતિને સારવાર માટે સુરેન્દ્રનગર સારવાર શરુ કરાઇ હતી.