નવા વર્ષે પોતાની જાતને કરીએ updateDecember 29, 2018

કોલેજ કેમ્પસમાં રવિ અને રાજ બંને બાઇક પર બેસી પોતપોતાના મોબાઇલ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત હતા. રાજને કોઇ એક મેસેજમાં પ્રોબ્લેમ થતા રવિએ તેને પોતાની એપ ‘અપડેટ’ કરવા કહ્યું. અપડેટ કરવાથી તેમાં વધુ ફેસિલીટી અને વધુ ટેકનીક મળે છે તેથી વધુ સરળતાથી કમ્યુનિકેશન થઇ શકે
નવા વર્ષને હવે થોડા કલાકોની જ વાર છે ત્યારે નવા વર્ષના સ્વાગત માટે જુની ઘરેડ, જુના વિચારો અને શૈલીને ત્યાગીને 2019 ના વર્ષના નવા સૂર્યોદયે આપણે આપણી જાતને પણ અપડેટ કરીને
આપણા સેલફોનમાં જુદી-જુદી ફેસિલીટી આપતી એપ અપડેટ કરવાનો મેસેજ આવે છે. જે અપડેટ કરવાથી વધુ સારી અને સુંદર વ્યવસ્થા આપણને જે-તે એપ દ્ારા મળે છે અને એ આપણે ફટાફટ અપડેટ કરી દઇએ છીએ પણ કયારેય એવો વિચાર કર્યો છે કે એ જ રીતે જો આપણે આપણી જાતને પણ ઉંમરના જુદા જુદા પડાવ પર આઉટ કરતા રહીએ તો ચોક્કસ જીવનનો આનંદ અલગ જ મળશે.
ઉંમરનો કોઇપણ પડાવ હોય દરેક વ્યક્તિએ સમય મુજબ પોતાની જાતને તેમાં ઢાળવી આવશ્યક છે. એક સમયે જે પ્રશ્ર્ન જનરેશન ગેપનો હતો તે ફક્ત વિચારોનો હતો. જ્યારે આજે વિચારો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ છે. આ અપડેટ માટે નવા ગેઝેટસનો ઉપયોગ, નવી ભાષા તેમજ કયારેક નવા સ્વાદને ડેવલપ કરવો પડે છે.
સ્વની પ્રશંસા અને આપબડાઇ કરી કુવામાંના દેડકા જેવું જીવન જીવવાનો કોઇ અર્થ નથી.
* જે દાદા પૌત્ર પાસેથી વોટસએપ, એફબી, ઇન્સ્ટાગ્રામ શીખે છે તે દાદા સંસ્કૃતિ અને ની વાત પૌત્રને સારી રીતે સમજાવી શકશે.
* ટીચરે પોતાના વિદ્યાર્થીને કેળવણીના સંસ્કાર આપવા વિદ્યાર્થીની ભાષા શીખવી જ પડશે. જો કે
હાલ તો ઘણી શાળાએ આ
ટેકનોલોજીને અપનાવીને ઓનલાઇન ટીચીંગ, ઓનલાઇન હોમવર્ક વગેરે અપનાવ્યું છે.
* વહુની સાથે બેસીને સાસુ પણ ઓનલાઇન શોપીંગનો આનંદ માણે તો આ અપડેટ વધારે સારુ કમ્યુનિકેશન
કરી શકે.
* મમ્મીઓ પણ પોતાના ટબુકડાઓ કે ટીનએઇજર્સ સાથે ‘અપડેટ’ રહેશે તો ‘મમ્મી એ વાત તને નહીં સમજાય’ જેવા વાક્યોનો સામનો નહીં કરવો પડે.
* જો નવી પેઢી કુર્તા, પાયજામા પહેરીને ધાર્મિક પૂજા કે દિવાળીના પૂજનમાં જોડાઇ શકતા હોય તો દાદા-દાદી પણ પૌત્ર-પૌત્રી સાથે જાઝ, રેપ, ડીસ્કોનું સંગીત તેમજ ડાન્સનો આનંદ માણી શકે.
* આ બધી બાહ્ય બાબતો સાથે આપણા આંતરીક ગુણો ખીલવીને પણ જાતને અપડેટ કરી શકાય છે.
* જુની વાતો, ફરિયાદો, દ્વેષ, ઝઘડા બધાને સીલેકટ કરી ડીલીટ કરવામાં જ મજા છે અને તો જ સાફ ઉદય અને લાગણીવાળુ મન સારી રીતે અપડેટ થઇ શકશે.
આમ નવા વર્ષના સૂર્યોદયને નવા વિચારો, નવા ઉત્સાહ અને નવી ખુશીઓથી ભરી દઇએ. ઠશતવ ુજ્ઞી ફહહ દયિુ ઇંફાાુ ગયૂ ઢયફિ.