આમિર સાથે અફેર્સ? દંગલ ગર્લનું નરૌ વા કૂંજરૌ વા!December 28, 2018

મુંબઇ: ફિલ્મ ‘દંગલ’થી બોલીવૂડમાં ડેબ્યૂ કરનારી ફાતિમા સના શેખ અને આમિર ખાનના અફેર્સના સમાચારો ઘણા સમયથી આવી રહ્યા છે. અત્યાર સુધી આ મુદ્દે બન્ને સ્ટાર્સ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નહોતી પરંતુ હાલમાં જ ફાતિમાએ મામલે નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે ફાતિમાને આમિર સાથેના નજીકના સંબંધો અને અર્ફે અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘આ ખૂબ જ ગજબની વાત છે. એક વખત મારી માતા ટીવી જોઇ રહી હતી અને તેમને મને દેખાડ્યું કે મારો ફોટો ટીવી પર આવી રહ્યો છે. ચેનલ પર જેવી રીતે સમાચાર ચાલી રહ્યા હતા તે જોઇને હું ડિસ્ટર્બ થઇ ગઇ. તે સમયે મને લાગ્યું કે સૌથી પહેલા તો મારે જ સમજવાની જરૂર છે. પરંતુ હવે મને તેવો અનુભવ થતો નથી. હવે મારે બીજાને ખુલાસા કરવાની જરૂરિયાત લાગતી નથી.’ ફાતિમાનું નામ આમિર ઉપરાંત તેના ઓનસ્ક્રીન ભાઇનો રોલ કરનારા અપારશક્તિ ખુરાના સાથે પણ જોડાઇ ચૂક્યું છે. આ અંગે ફાતિમાએ કહ્યું કે, ‘તે બન્ને મારા માટે ખૂબ જ સ્પેશિયલ લોકો છે. મને તેમની સાથે લિંક અપ્સના સમાચારોથી પ્રભાવિત થવાની કોઇ જરૂર નથી.’