કચ્છમાં મલ્હાર ઠાકર ઔર ખીલ્યો

 2019માં કોને પ્રપોઝ કરશે તેની ફોડ પાડી!
ભુજ (કચ્છ) તા.28
ગુજરાતી ફ્લ્મિના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરે કચ્છના રણોત્સવની મુલાકાત લીધી હતી. દિવ્યભાસ્કરે મલ્હારને હેશટેગ લવ માટે પરિણીતી ચોપરાના પ્રેમ ગુગલી વિશે પ્રશ્ન પુછતા મલ્હારે સ્માઈલ કરતા કહ્યું કે હું 2019માં તેને પ્રપોઝ કરવાનો છું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મલ્હાર મિડનાઈટ વિધ મેનકા, શરતો લાગુ, બે યાર, થઈ જશે, શું થયું?, લવની ભવાઈ, છેલ્લો દિવસ અને મિજાજ સહિતની 13 સફળ ફિલ્મો કરી છે અને 11ની ઓફર આવી ચુકી છે. મલ્હાર ઠાકરે રણોત્સનમાં પોતાની કચ્છની મુલાકાત સમયે ટુરિસ્ટ ડેસ્ટિનેશનના ભરપેટ વખાણ કર્યા હતા. મલ્હારે જણાવ્યું હતું કે કચ્છ એક કલાનગરી છે, અહિંની હસ્તકળા અને ગ્રામીણ સંસ્કૃતિ સૌને આકર્ષે છે. આવનારા સમયમાં પોતાની એક ફિલ્મ સંપૂર્ણપણે કચ્છમાં શુટ કરવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી. સાથે જ કચ્છના લોતોને પ્રેમાળ અને સાદગીપૂર્ણ કહ્યાં હતા.