ઠાકરે કા દમ: જીવન કે સાથ ભી જીવન કે બાદ ભીDecember 28, 2018

મુંબઇ તા.28
અત્યારે એવી ઘણી ફિલ્મો છે કે જેનાં ટ્રેલર આવતા સાથે જ કંઈક કંઈક વિવાદ ઉભો થતો જોવા મળે છે. ટ્રેલર લોન્ચ પહેલા જ બાલાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મના ત્રણ ડાયલોગ્સ પર વાંધો ઉઠાવ્યો છે. જે ડાયલોગ્સને લઈને સેન્સર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તે દક્ષિણ ભારતીયો અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા છે. બીજી તરફ, ફિલ્મ પ્રોડ્યૂસર, સ્ક્રિપ્ટ રાઇટર અને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે કોઈ કટ વગર જ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.
સંજય રાઉતે આ મામલે કહ્યું કે, મૂવી અને ટ્રેલરમાં કેટલાક કટ લગાવવાનું કહેવામાં આવ્યું છે પરંતુ કટ્સ વગરનું જ ટ્રેલર લોન્ચ થશે. આ કોઈ લવ સ્ટોરી છે શું? આ બાલ ઠાકરેની મૂવી છે એન જેવી છે તેવી જ ફિલ્મ પણ તેમના જીવન પર આધારિત છે. ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી મુખ્ય પાત્રમાં નજરે પડશે. ફિલ્મ 25 જાન્યુઆરી રોજ રિલીઝ થઇ છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મને વધુ ખાસ બનાવવા માટે બાલાસાહેબ ઠાકરેના અંગત જીવન સાથે જોડાયેલી અનેક બાબતો પણ દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં નવાજ ઉપરાંત અમૃતા રાવ પણ જોવા મળશે.