પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ટ્રેન 18 ફેબ્રુ. સુધી રદDecember 26, 2018

 ધુમ્મસને કારણે રદ કરવાનો નિર્ણય
રાજકોટ તા. 26
રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ઉત્તર ભારતમાં આગામી મહિને ગાઢ ધુમ્મસની શકયતાને ધ્યાનમાં રાખતા ટ્રેન નં.19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એકસપ્રેસ તા.21 ડીસેમ્બરથી 18 ફેબ્રુઆરી, ર019 સુધી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન નં.19269
પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એકસપ્રેસ જો કે પોરબંદરથી દર ગુરૂવાર અને શુક્રવારે ઉપડે છે. તા.ર7 ડીસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી તથા 19270 મુઝફ્ફરપુર પોરબંદર મોતીહારી એકસપ્રેસ જો કે દર રવિવાર અને સોમવારે મુઝફફરપુરથી ચલાવવામાં આવે છે. તા.30 ડીસેમ્બર ર018 થી 18 ફેબ્રુઆરી ર019 સુધી રદ રહેશે.
ઉપરોકત ટ્રેનમાં જે મુસાફરો દ્વારા એડવાન્સ આરક્ષણ કરવામાં આવેલ છે, તેઓને રેલપ્રશાસન દ્વારા નિયમાનુસાર સમગ્ર રકમ પરત કરવામાં આવશે તેમ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું છે.