કોર્પોરેટથી ગ્લેમર વર્લ્ડની સફરDecember 25, 2018

મિસીસ એશિયા પેસિફિક ઓલ નેશન્સ 2018ની બ્યુટી કોન્ટેસ્ટ હતી. જેમાં ઈન્ડિયા અને ફિલીપાઈન્સની ક્ધટેસ્ટન્ટ બંને એક જ રૂમમાં હતા. નેશનલ રાઉન્ડમાં ફિલિપાઈન્સની પ્રતિસ્પર્ધીને પ્રોપ્સ મેનેજ કરવામાં મુશ્કેલી પડતી હતી. જેમાં ઈન્ડિયાની પ્રતિસ્પર્ધી તેને એ વિચાર્યા વગર મદદ કરતી હતી કે જો તેનો રાઉન્ડ બેસ્ટ જશે તો તે જીતી જશે આ ઉપરાંત ગુજરાતી હોવાના નાતે સાથે લઈ ગયેલ નાસ્તો દરેક ક્ધટેસ્ટન્ટને પણ આપતી હતી. આયોજકો આ બધું જોઈ રહ્યા હતા અને સ્પર્ધાને અંતે તેને બીજા ત્રણ ટાઈટલ સાથે મિસીસ ફ્રેન્ડશીપનું ટાઈટલ પણ મળ્યું. આ વાત
છે મુળ ગોંડલના અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલ પલક ગદોયા રવેશિયાની. દીપકભાઈ ગદોયા અને સુધાબેન ગદોયાના ત્રણ સંતાનો, પલક, જલ્પા અને પ્રણવમાં દીકરી પલકે પોતાના ફિલ્ડથી અલગ ફિલ્ડમાં જઈ સફળતા મેળવી છે. ગોંડલમાં સેન્ટમેરીઝ સ્કૂલમાં 10 ધોરણના અભ્યાસ પછી રાજકોટમાં ડી.સી.પી. કરી, કુંડલિયા કોલેજમાં બી.કોમ. કર્યું ત્યારબાદ ઈગ્નુમાં એમ.બી.એ. કરી જુદી જુદી કંપનીમાં નોકરી કરી ત્યારબાદ ઈન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતા નીરવ રવેશિયા સાથે લગ્ન થતા સિલ્વાસા જવાનુ થયુ. પુત્રી કંપાના જન્મ બાદ ટ્રાન્સફર થતા મુંબઈ આવવાનું થયું. એક સામાન્ય ગૃહિણી જેવી જીંદગી જીવતા પલકને ર્માં જેવા માસી નિશા દેસાઈ દ્વારા એક બ્યુટી કોન્ટેસની જાણ થઈ અને ભાગ લેવાનું નકકી કર્યું. બધા વિચારતા હતા કે અજાણ્યુ ફિલ્ડ અને જેમાં રસ પણ નથી એ ફિલ્ડમાં શા માટે જવું ?
પરિવારજનોએ પણ કહ્યું કે તારાથી નહીં થાય અને એટલે જ તેને ચેલેન્જ તરીકે લઈ એ જ ફિલ્ડમાં સફળ થઇ દેખાડ્યું. નેશનલ અને ઈન્ટરનેશનલ પેજન્ટમાં અનેક ટાઈટલ જીતનાર પલકની ઈચ્છા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે કામ કરવાની છે. તે વોસ્ટ આર્ટીસ્ટ તરીકે પણ કામ કરે છે. શો હોસ્ટ પણ કરે છે અને 3 ડિજીટલ ફિલ્મોમાં પણ કામ
કર્યું છે. પલકને તેના ભવિષ્ય માટે ‘ગુજરાત મિરર’ તરફથી ખુબ ખુબ શુભેચ્છા.   મહિલાઓને સંદેશ...બ્રેક ધી ગ્લાસ સીલીંગ
‘બ્રેક ધી ગ્લાસ સીલીંગ’ આ મારા જીવનનો મોટો છે. જેટલી ચેલેન્જીસ છે તેને સ્વીકારો અને કોઈપણ કામ માટે વિચારો કે શા માટે હું આ ન કરી શકુ ? જે વિચારોના બેરિયર્સ છે. તેને તોડો કોઈ એક ચોક્કસ મર્યાદાના રાઉન્ડમાં તમે બંધાઈ ન જાવ. કોઈ પણ નિર્ણય લો તે આત્મવિશ્ર્વાસથી લો. પોતાના માટે પણ જીવો. પોતાના સ્વપ્નાઓ જુઓ અને તેને પૂરા કરવા પ્રયત્ન કરો. સફળતાનું સબળ પાસુ... પરિવારનો પ્રેમ અને સહકાર
લિન્ટાસ કંપનીમાં કાર્યરત પલકને પોતાની કેરિયર બનાવવામાં પરિવારનો સંપૂર્ણ સહયોગ મળે છે. સાસુ ચારુબેન રવેશિયા, સસરા સુરેશભાઈ રવેશિયા અને પતિ સહિતના દરેક પરિવારજનોનો સહયોગ તેમને મળ્યો છે. સફળતા સાથે સામાજિક જવાબદારી પણ નિભાવે છે
એક અલગ ફિલ્ડમાં સફળતા મેળવવા જેણે કમર કસી હતી એવા પલકને ડિસેમ્બર 2017માં મિસીસ આઈવા ઈન્ડિયા સેક્ધડ રનરઅપ અને મિસીસ ઈન્ટેલેકચ્યુઅલનું સબ ટાઈટલ મળ્યું. ત્યારબાદ ‘મિસીસ એશિયા પેસિફિક ઓલ નેશન્સ 2018’માં 22 ક્ધટેસ્ટન્ટ વચ્ચે મિસીસ ઈન્ટેલેકચ્યુઅલ, મિસીસ ટેલેન્ટેડ, મિસીસ સ્પેશિયલ કવીન અને મિસીસ ફ્રેન્ડશીપનું ટાઈટલ જીત્યા હતા. બ્યુટી કોન્ટેસ્ટમાં સફળ થયેલ પલક સમાજસેવા કરીને પોતાની ફરજ અદા કરે છે. પાંચ એનજીઓ સાથે તે સંકળાયેલા છે. જેમાં વૃધ્ધાશ્રમ, અનાથશ્રમ, એચઆઈવી, એઈડ્સ, બાળકો વગેરે માટે કાર્ય કરે છે.