ફૂડ ટોક December 25, 2018

ડેટ એન્ડ વોલનટ વીટ બ્રાઉની
: સામગ્રી :
ઘઉંનો લોટ - 1 1/2 કપ
કોકો પાવડર - 3 મોટી ચમચી
કોફી પાવડર - 1 મોટી ચમચી
કસ્ટર શુગર - 2 કપ
વેનીલા એસેન્સ - 1 મોટી ચમચી
ખાવાનું તેલ - 3/4 કપ
દૂધ - 1 કપ
લીંબુનો રસ - 1/2 નાની ચમચી
અખરોટ - 1/4 કપ
પોચી ખજૂર - 10 થી 12 નંગ
મીઠુ - ચપટી
બેકીંગ પાવડર - 1 નાની ચમચી
: બનાવવાની રીત :
સૌ પ્રથમ દૂધને ગરમ કરો એક ઊભરો આવે ત્યાં સુધી પછી ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ ઉમેરો અને હલાવીને દૂધને સાઈડમાં રાખી દો.
એક મોટા બાઉલમાં ચાળેલો ઘઉંનો લોટ, કોકો પાવડર, કોફી પાવડર, કસ્ટર સુગર ઉમેરીને બરાબર મિક્સ કરો
પછી તેમાં વેનીલા એસેન્સ, ખાવાનું તેલ ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં જીણા સુધારેલ અખરોટના ટુકડા અને ખજૂરના ટુકડા ઉમેરો.
હવે તેમાં મીઠુ અને બેકીંગ પાવડર ઉમેરીને મિક્સ કરો.
એલ્યુમીનીયમ મોલ્ડમાં પહેલા ઘી લગાવો અને ઘઉંના લોટથી ડસ્ટીંગ કરીને બનાવેલ બેટર તેમાં પાથરો.
પ્રી હીટ ઓવનમાં 180 ડીગ્રી પર 25 થી 30 મિનિટ માટે રાખો. વચ્ચે વચ્ચે બ્રાઉની ચેક કરતા જાવ.
હવે સાઈડમાં રાખેલ દૂધને આ મિશ્રણમાં ધીમે ધીમે મિક્સ કરો.
ચોકલેટ સોસ
: સામગ્રી :
કોકો પાવડર - 1/4 કપ
સુગર પાવડર - 1/2 કપ
કોર્ન ફલોર - 1 મોટી ચમચી
બટર - 1 મોટી ચમચી
પાણી - 1/2 કપ + 1 મોટી ચમચી
: બનાવવાની રીત :
એક પેનમાં કોકો પાવડર, સુગર પાવડર, કોર્ન ફલોર, બટર અને પાણી ઉમેરીને બરાબર મિકસ કરી લો.
હવે ગેસ પર આ મિશ્રણને સતત હલાવતા રહો. જયાં સુધી સોસ જેવું ઘટ્ટ ન થાય ત્યાં સુધી.
ખુબ જ ઝડપથી બની જતો ચોકલેટ સોસ તૈયાર છે.
જેનો ઉપયોગ બ્રાઉની, કેક ડેકોરેશન, શેઈકમાં થઈ શકે છે.