ટિપ્સ ફ્રોમ મોમ December 25, 2018

મલ્ટિટાસ્કિંગ પ્રોડકટ: ફોઈલ પેપર
ફોઈલ પેપર આજે દરેક રસોડાનું અવિભાજય અંગ બની ગયું છે. દરેક ગૃહિણી પોતાના રસોડામાં ફોઈલ પેપર અવશ્ય રાખે છે. આમ તો ફોઈલ પેપરના અનેક ઉપયોગો છે પરંતુ મોટાભાગે આપણે ફોઈલ પેપરનો ઉપયોગ ભોજનને ગરમ અને ફ્રેશ રાખવા માટે કરીએ છીએ. પરંતુ આ સિલ્વર ફોઈલ કે એલ્યુમિનિયમ ફોઈલનો અનેક પ્રકારે ઉપયોગ થાય છે. જોઈએ તેના જુદા જુદા ઉપયોગો.
ક્ષ ફોઈલ પેપરથી તમે ટીવી, એસીના રિમોટ ક્ધટ્રોલ, ઘડિયાળમાં સેલની લાઈફ વધારવાનું કામ પણ કરી શકો છો. આ માટે સેલના બંને છેડા પર ફોઈલ પેપર લગાવો અને ફરી વખત એ સેલનો ઉપયોગ કરો.
ક્ષ વાઈફાઈના સિગ્નલ પર ફોઈલ પેપરની ખૂબ અસર જોવા મળે છે. ફોઈલ પેપરને ફોલ્ડ કરીને તમારા વાઈફાઈના ડોંગલના એન્ટિનાની પાછળ દીવાલ તરફ લગાવી દો.
ક્ષ પહેલાં ફોઈલ પેપરની એક સ્ટ્રીપ કરી લો. ત્યાર બાદ ટૂથપેસ્ટ, બેકિંગ સોડા મિકસ કરો અને હવે આ મિશ્રણને સ્ટ્રીપ પર લગાવો. આ સ્ટ્રીપને દાંત પર ગોઠવી રાખો અને એક કલાક બાદ આ સ્ટ્રીપ કાઢી લો અને મોઢું સાફ કરી લો.
ક્ષ કોઈ લિક્વિડને એક વાસણમાંથી બીજા વાસણમાં ટ્રાન્સફર કરવું છે એવા સમયે એલ્યુમિનિયમના ફોઈલ પેપરનું ભૂંગળું વાળી લો અને તેમાંથી વસ્તુ ટ્રાન્સફર કરો. આમ કરવાથી તમારું પ્રવાહી પણ ટ્રાન્સફર થઈ જશે અને ટ્રાન્સફર કરતી વખતે આ પ્રવાહી ઢોળાશે નહીં.
ક્ષ ઈસ્ત્રી કરતી વખતે જો તમારે થોડી મહેનત બચાવવી હોય તો આ પહેલા ફોઈલ પેપરને પાથરો અને તેની ઉપર કપડું પાથરીને ઈસ્ત્રી કરો. આમ કરવાથી કપડા નીચે રહેલું ફોઈલ પેપર વધુ ઝડપથી ગરમ થઈ જશે અને એક જ સમયે કપડાની બન્ને બાજુ ઈસ્ત્રી પણ થઈ જશે.
ક્ષ ઘરમાં જો કોઈ ભારે ફર્નિચર છે અને તેને પૈડાં પણ ન હોય એ વખતે તેને ખસેડવાનું ખૂબ જ અઘરું થઈ પડે છે. ફર્નિચર નીચે ફોઈલ પેપર રાખો અને પછી સામાનની હેર - ફેર કરો. સામાનની હેરફેર સરળતાથી કરી શકાશે.
ક્ષ બુઠ્ઠી થઈ ગયેલી કાતરથી ફોઈલ પેપરના ટુકડા કરો અને આ ક્રિયાને આઠથી દસ વખત રીપિટ કરો. જુઓ તમારી બુઠ્ઠી થઈ ગયેલી કાતર ફરી એક વખત ધારદાર બની ગઈ હશે.