એડિલેડ ટેસ્ટમાં રાજકોટિયન પૂજારાએ ભારતની આબરૂ રાખીDecember 06, 2018

 ભારતના નબળા પ્રદર્શન સામે પૂજારાની સદી: 16 સદી સાથે 5000 રન પૂર્ણ કર્યા
એડિલેડ તા,6
ભારતે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 વિકેટ ગુમાવી 200થી વધુ રન બનાવી લીધા હતા. ચેતેશ્ર્વર પૂજારા (123) બનાવીને રમતમાંથી બહાર થયો હતો. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે નબળી શરુઆતને લીધે કપ્તાનનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ટીમનો સ્કોર જ્યારે 3 રન હતો, ત્યારે લોકેશ રાહુલને જોશ હેજલવુડે ફકત 2 રને જ આઉટ કર્યો હતો. ટીમના ખાતામાં હજુ 12 રન થયા અને
બીજા ઓપનર મુરલી વિજયે પણ પેવેલિયનની વાટ પકડી હતી. તેને મિશેલ સ્ટોકે શિકાર બનાવ્યો હતો. 11 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેને તેની વિકેટ લીધી હતી.
વિજયની વિદાય પછી કોહલી ક્રિઝ પર આવ્યો હતો. ભારતીય ઇનિંગને સ્થિરતા આપવા માટે કોહલી પર ઊંચો મદાર હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. માત્ર 16 બોલ રમીને 19 રને તે ઉસ્માન ખ્વાજાના યાદગાર કેચને લીધે આઉટ થયો હતો. કોહલી પછી અંજિક્ય રહાણેએ ચેતેશ્વર પુજારા સાથે મળીને 22 રન બનાવ્યા હતા. જો કે, આ જોડી જામે એ પહેલાં રહાણે 13 રને આઉટ થય હતા. હેજલવુડના ગુડલેન્બાથ લ પર પીટર હેન્ડસકોમ્બે તેનો કેચ ઝડપ્યો હતો.
ચાર વિકેટ પડ્યા પછી રોહિત શર્મા મેદાનમાં આવ્યો હતો. રોહિત-પુજારાની જોડીએ 45 રન કર્યા ત્યારે એવું લાગતું હતું કે બંને સ્ટાયલિશ બેટ્સમેન ભારતીય ઈનિંગને મોટો સ્કોર ખડકવામાં મદદરૂપ થશે. પરંતુ ત્યાં જ સિક્સર મારવાની ફિરાકમાં અંગત 37 રનના સ્કોર પર રોહિત નાથન લિયોનની બોલિંગમાં હેરિસને કેચ આપી બેઠો હતો.
મામૂલી સ્કોર પર અડધી ટીમ પેવેલિયન ભેગી થયા પછી ઋષભ પંત અને પુજારા પર જવાબદારી આવી હતી. પરંતુ ઋષભ પોતાની જવાબદારી નિભાવવમાં નિષ્ફળ નિવડ્યો હતો. 38 બોલમાં 25 રન કરીને તે લિયોનની બોલિંગમાં પેનના હાથે ઝડપાઈ ગયો હતો.
ટેસ્ટ ક્રિકેટના નિપૂણ ખેલાડી તરીકે હવે સઘળો દારોમદાર પૂજારા પર નિર્ભર હતો પરંતુ સામા છેડે વિકેટ ટપોટપ ખરતી જતી હતી. પંત પછી પૂજારાને સાથ આપવા જોડાયેલ અશ્વિન પણ અંગત 25 રનના સ્કોરે આઉટ થતાં ઈશાન્ત શર્મા મેદાનમાં આવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થયો હતોે. વિરાટે જ્યારે 10મી ઓવરનો ત્રીજો બોલ ફટકાર્યો તો લાગ્યું કે બોલ બાઉન્ડ્રી પાર કરી દેશે, પરંતુ ખ્વાજાએ ડાબી બાજુ છલાંગ લગાવીને બોલને કેચ કરી કોહલીને આઉટ કર્યો હતો.
કોહલી આ મેચમાં રાહુલ દ્રવિડને પાછડ મૂકવાનું ચુક્યા છે. તેમણે એડિલેડમાં અત્યાર સુધી 397 રન બનાવ્યાં છે. તે આ મેદાન પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનમાં બીજા ક્રમે છે. પહેલા ક્રમે દ્રવિડ છે. જેમણે અહીં ચાર ટેસ્ટમાં 401 રન બનાવ્યાં હતા.
જોશ હેજલવુડના બોલ પર લોકેશ રાહુલે ત્રીજી સ્લિપમાં એરોન ફિંચને કેચ પકડાવી દીધો હતો. તેઓ 8 બોલમાં ફક્ત 2 જ રન બનાવી શક્યા હતા. જેઓ છેલ્લા ત્રણ ટેસ્ટમાં પણ 35થી વધુ સ્કોર નથી બનાવી શક્યા. તેમણે છેલ્લા બે ટેસ્ટમાં કુલ 37 રન બનાવ્યા હતા.