હોમ અને કાર લોનમાં એપ્રિલથી રાહત સંભવDecember 06, 2018

 લોનના દરને બેન્ચ માર્ક સાથે જોડવાની જાહેરાત
મુંબઇ: એપ્રિલ મહિનામાં નાના અને મધ્યમ એકમો તેમજ હોમ અને કાર લોનધારકોને કદાચ ખુશ થવાની તક મળશે. ખાસ કરીને રિઝર્વ બેન્ક જયારે વ્યાજદરમાં ઘટાડો કરશે ત્યારે તમામ બેન્કોએ લોનના દર કોમન બેન્ચમાર્કની સમકક્ષ કરવા પડશે. ઉપરાંત, ગ્રાહકની ક્રેડિટ રિસ્ક પ્રોફાઈલમાં ફેરફાર નહીં થાય તો લોનની સંપૂર્ણ મુદતમાં સ્પ્રેડ પણ સમાન રહેશે.આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્ર્વનાથને જણાવ્યું હતું કે આ પગલાથી ઋણધારકો માટે વ્યાજદરની આરબીઆઈએ 1 એપ્રીલ 2019થી વ્યક્તિગત રિટેલ અને એમએસએમઈ લોનના દરને તમામ નવા ફ્લોટિંગ રેટ સાથે જોડવાની જાહેરાત કરી છે. લોનના દરને સૂચવવામાં આવેલા ચાર એક્સ્ટર્નલ બેન્ચમાર્કમાંથી કોઇ એક સાથે લિંક કરવો પડશે. જેમાં આરબીઆઈના પોલિસી રેપો રેટ કે ભારત સરકારની 91 દિવસની ટ્રેઝરી બિલ યિલ્ડ કે 182 દિવસની ટ્રેઝરી બિલની યિલ્ડનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્ક ડિસેમ્બરના અંતે આખરી માર્ગરેખા જાહેર કરશે. બીઓઆઈના એમડી અને સીઈઓ દિનબંધુ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે આ પગલાથી લોન કેટેગરીમાં સ્ટાન્ડર્ડાઈઝેશન વધશે. એપ્રિલ 2016માં બેન્કોએ ધિરાણદરને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ વેટ (એમસીઆઈઆર) સાથે લિંક કર્યા હતા.