ડોક્ટરે જીવતા દર્દીને કહ્યું, ‘લ્યો, તમે તો ગુજરી ગયા છો’December 06, 2018

 હોસ્પિટલે મૃત જાહેર કરેલા દર્દીનાં શરીરમાં ઘરે પહોંચતા જ સંચાર થયો
ભાવનગર તા.6
શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા હએ એક ખાનગી તબીબને ત્યા ફરજ બજાવતા આધેડને તાજેતરમાં શરીરમાં નબળાઇ અને તાવની બીમારી સબબ સારવાર માટે સૂચક હોસ્પીટલમા ખસેડાયા હતા.અને ત્યાંથી વધુ સારવાર માટે પાનવાડી ખાતેની બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન તેઓને મૃત જાહેર કરાયા હતા. જેથી પરિવારજનો તેમને ઘરે લઇ ગયા હતા. અને ત્યાં આધેડમાં જીવ આવ્યો હતો. અને તેમનુ શરીર હલન ચલન કરવા લાગતા તેમના પરીવારજનો પણ આશ્ચર્યમાં મુકાય ગયા હતા.
બનાવની વિગતો મુજબ શહેરના નવા પરા વીસ્તારમાં રહેતા રજપુત અશોકભાઇ પોપટભાઇ ગોહિલ
(ઉ.વ.51 ) ને ટીબીની બીમારી સબબ સારવાર માટે પ્રથમ સૂચક હોસ્પીટલમા દાખલ કરાયા હતા. જયા સારવાર દરમિયાને તેમને પાનવાડી રોડ પર આવેલ બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેઓને દોઢ દિવસ સારવાર આપ્યા બાદ તબીબે તેઓને મૃત જાહેર કરી ઘરે લઇ જવા કહયું હતુ.જેથી તેમના પરિવારજનો તેને ઘરે લઇ ગયા હતા.અને ત્યા તેમનુ શરીર હલન ચલન કરવા લાગતા તબીબને ઘરે બોલાવતા તેઓએ તેમને હોસ્પીટલમા દાખલ કરવાનુ કહેતા પરીવારજનો તેમને સર ટી.હોસ્પીટલમા લઇ
ગયા હતા.
જયા મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનુ મોત નિપજયું હતુ. દર્દી ઘરે પહોંચતાં જ પેટ હલ્યું !
મારાભાઇને તાવ આવતો હતો અને શરીરમાં નબળાઇ હોય સારવાર માટે પ્રથમ સૂચક હોસ્પીટલમા દોઢ દિવસ સારવાર લીધા બાદ તેમને બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા.જયા સારવાર દરમિયાન તેમની સારવારનુ રૂ.26 હજારનુ બીલ થયું હતુ.અને તેમને મૃત જાહેર કરી ઘરે લઇ જવા જણાવાયુ હતુ. જેથી અમે તેને ઘરે લઇ ગયા હતા. જયા તેમના શરીરના પેટનો ભાગ હલવા લાગતા સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા. જ્યા તેઓએ પાણી અને લીકવીડ પીધુ હતુ અને મોડી રાત્રે મૃત જાહેર કર્યા હતા.મતલબ કે બજરંગદાસ હોસ્પિટલમા તેઓ જવીત હોવા છતા હોસ્પીટલે તેને મૃત જાહેર કર્યા હતા.
- પ્રદીપ ગોહિલ, મૃતકનાં ભાઇ