કાશ્મીરનાં ગદ્દારો કચ્છમાંથી ઝડપાયાDecember 06, 2018

ભુજ તા.6
કચ્છનાં પાટનગર ભુજ ખાતેથી ઝડપાયેલા બે સંદિગ્ધ પૈકીનો એક જમ્મુ કાશ્મીરનો પથ્થર બાજ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો અન્ય સાથી સગીરવયનો છાત્ર હોવાનું ખુલ્યું છે. વિવિધ ગુપ્તચર અતે સુરક્ષા એજન્સીઓએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. બન્ને શખ્સો પાસેથી વાયર કટીંગ, સ્ક્રુ ડ્રાઇવર સહિતની વસ્તુ પણ મળી આવી છે. આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરના હુરિયત જેવા અલગતાવાદી સંગઠનો અને ત્રાસવાદીઓના નાપાક ટેકેદારો કાશ્મીરના મુદ્દાને લઇને સુરક્ષા જવાનો સૈન્ય સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓએ પથ્થરબાજોને ભાગવા માટે મજબુર બન્યા છે. ત્યારે ગત તા.30 ના એટીએસના મળેલ ઇનપુટ બાદ ભુજ એસ.ઓ.જી.એ. બસ સ્ટેશન પાસે આવેલા સાગર ગેસ્ટ હાઉસના રૂ નં.15 માંથી રર વર્ષિય અલ્તાફ હુસેન અબ્દુલ અરદ નજાર (ધંધો-સુથારીકામ રહે. નુતનશા, રેસવાટી વિસ્તાર તા.હંદવારા જી.કુપવારા જમ્મુ કાશ્મીર) તથા તેની સાથે વિદ્યાર્થી મનાતા અન્ય સગીર કાશ્મીરી કિશોરની અટકાયત કરી હતી.
વિશ્ર્વસનીય સુત્રોના કહેવા પ્રમાણે અલ્તાફ હુસેન કાશ્મીરને પથ્થરબાજ હોવાનું પ્રાથમિક પુછતાછમાં બહાર આવ્યો છે. સુરક્ષાદળોની ભીંસ વધતા ધરપકડથી બચવા પહેલા દિલ્હી અને ત્યાંથી અમદાવાદ થઇને ભુજ આવ્યો હોવાનું સુત્રો કરે છે. જેને એટીએસના ઇનપટના પગલે સ્પેશીયલ ઓપરેશન ગૃપ ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે વિવિધ એજન્સીઓ ઝીણવટપુર્વકની તપાસ ચલાવી રહી છે. તો બીજી તરફ પોલીસ અધિકારીઓ વાર્ષિક ઇન્સ્પેકશનમાં વ્યસ્થ હોવાથી આ મામલે સત્તાવાર રીતે કોઇ જ પ્રતિક્રિયા જાણી શકાઇ ન હતી. 400 કાશ્મીરીઓ ગુજરાતમાં ?
વિશ્ર્વસનીય સુત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાના કારણે ધંધા બેરોજગાર પડી ભાગ્યા છે. બીજી બાજુ સુરક્ષા એજન્સીઓની ભટકેલા યુવાનો પર ભીંસ પણ વધી છે. ત્યારે ધરપકડથી બચવા તેમજ રોજીરોટી મેળવવાના આશયથી 400 જેટલા કાશ્મીરીઓ ગુજરાતમાં પ્રવેશ્યા હોવાનો ચોંકાવનારો રીપોર્ટ પણ એજન્સીઓને મળ્યો હોવાનું જાણવા મળે છે.
અન્ય કેટલાક શંકાસ્પદો પણ ઉઠાવાયા ?
સુત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘુસી આવેલ કેટલા કાશ્મીરી પૈકી કચ્છમાં પણ ભીક્ષા વૃત્તિ તથા રોજગારી માટે પ્રવેશી ચુકયા હોવાના અહેવાલ છે. ત્યારે મહત્વની કહી શકાય તેવી બ્રાંચે બે પુરૂષ અને મહિલાઓ સહિત પાંચ જેટલા લોકોને ઉપાડ્યા હોવાની વાત સપાટીએ આવી છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.