સિંહના ટોળાંDecember 06, 2018

સિંહના ટોળાં : અમરેલી અને જૂનાગઢમાં વસવાટ કરતા સિંહને ભેદી રોગચાળો લાગુ પડતા ટપોટપ 29 જેટલા સાવજનાં મોત નિપજયા હતા. સલામતી માટે સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે રાજુલાના ધારેશ્ર્વર વિસ્તારમાં આજે એક સાથે નવ સિંહના ટોળાં જોવા મળતા હતા. કપાસ ઉગાડેલ વાડીમાં જાણે સિંહનું ટોળુ રખોપુ કરતું હોય તેમ બે સિંહણ અને સાત બાળસિંહ વિશ્રામ કરતા જોવા મળ્યા હતા. આ સિંહના ટોળા ઉપર વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે. (તસવીર: જયદેવ વરૂ-રાજુલા)