પેપરકાંડનો મુખ્ય સૂત્રધાર યશપાલ વીરપુરથી પકડાયોDecember 06, 2018

 નરેશ નામનો શખ્સ દિલ્હી ગેંગનું ગુજરાતનું કામકાજ સંભાળતો; નરેશે 28 પરીક્ષાર્થીઓના ફોર્મ લીધા’તા: યશપાલ પકડાતા પેપરકાંડમાં નવા ધડાકા થવાના એંધાણ અરવલ્લીના ડીવાયએસપી રજા ઉપર
પેપરલીકમાં વાયરલેસ પીએસઆઇ પી.વી. પટેલ સૌપ્રથમ નામ ખૂલ્યા બાદ હવે અરવલ્લીના ડીવાયએસપી ગઢવીનું પણ નામ ઉછળ્યું છે. ડીવાયએસપીએ હોટલમાં પેપરકાંડના આરોપીઓ સાથે બેઠક કરી હતી અવે ડીવાયએસપી ગઢવીનું કનેક્શન ખૂલતા ગત મંગળવારથી જ રજા ઉપર ઉતરી ગાય છે.
લીકની ખબર પડતા સુરતથી યશપાલ ભાગ્યો
ગત રવિવારે લોકરક્ષક દળની ભરતીનું પેપર ફૂટ્યું ત્યારે માસ્ટર માઇન્ડ યશપાલ સોલંકી સુરતમાં હતો પેપર ફૂટ્યાની જાણ થતા જ તે સુરત છોડી ભાગી ગયો હતો. પોલીસે યશપાલને પકડવા માટે વડોદરા સહિતના સ્થળોએ દરોડો પાડ્યા હતા પરંતુ હાથ લાગ્યો ન હતો.
પેપર લેનાર પરીક્ષાર્થીઓ પાસેથી પોલીસે કર્યો તોડ?
લોકરક્ષક દળનું પેપર ફૂટી જતા જે-જે વિદ્યાર્થીઓએ પેપર લીધું છે તે ઉમેદવારોની પોલીસે પૂછપરછ કરી રહી છે અને ધરપકડ અને કાયદાની બીક બતાવી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ખંખેરવામાં આવતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. રાજકોટ તા.6
લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાનું પેપર ફોડવાના મુખ્ય સુત્રધાર યશપાલ સોલંકીને મધરાત્રે પોલીસે વિરપુરથી દબોચી લીધો છે. પેપરકાંડનો મુખ્ય આરોપી પોલીસના હાથમાં લાગતા હવે કૌભાંડમાં અસલી મોટામાથાઓનો પર્દાફાશ થવાના એંધાણ મળી રહ્યા છે. ગત રવિવારે રાજકોટ સહિત રાજયભરમાં લોકરક્ષક દળની પરીક્ષા હતી જેમાં પરીક્ષાના બે કલાક પહેલા જ પેપરલીક થતા પરીક્ષા રદ કરવી પડી હતી. પોલીસે ઘટનાના પગલા તાબડતોબ ચાર દિવસમાં ભાજપના નેતા સહિત 12 શખ્સોની ધરપકડ કરી લીધી હતી મનહરપટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્માએ પેપર કૌભાંડમાં વટાણા વેરી દેતા મુખ્ય સુત્રધાર તરીકે વડોદરા મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર ફરજ બજાવતા યશપાલ સોલંકી (ઠાકોર)ની સંડોવણી ખૂલી હતી. પોલીસે યશપાલને દબોચી લેવા વડોદરા સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતા પરંતુ યશપાલ પોલીસના હાથમાં આવ્યો ન હતો. સતત પાંચ દિવસ સુધી યશપાલનો પોલીસને પતો નહી લાગતા એક તબક્કે યશપાલ દેશ છોડી ભાગી ગયો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. દરમિયાન ગત મોડીસાંજે
મહિસાગર પોલીસને યશપાલના મિત્રએ જ ફોન કરી યશપાલ વિરપુરમાં હોવાની બાતમી આપતા મધરાત્રે કાફલો ત્રાટક્યો હતો. પોલીસે યશપાલનું મોબાઇલનું લોકેશન કાઢતા તે સુરતમાં હોવાનું જાણવા મળ્યું હતું. વિરપુરમાં હોવાની જાણ થતા એટીએસ, ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચ ત્રાટકી હતી અને ઝડપી લીધો હતો.
યશપાલ ઠાકોરની પ્રાથમીક પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી. દિલ્હી ગેંગનું ગુજરાતના નામી કોંચીગ કલાસ સાથેનું કનેક્શન ખૂલવા પામ્યું છે. વડોદરાના રાજેન્દ્રનગર ચોકડી પાસે રહેતા નરેશનામનો શખ્સ ગુજરાતનું કામકાજ સંભાળતો હતો. નરેશે 28 પરીક્ષાર્થીઓના ફોર્મ લઇ પૈસા ઉધરાવ્યાનું બહાર આવ્યું છે.
પોલીસે એવી આશંકા વ્યક્ત કરી હતી કે દિલ્હીથી જૂનાગઢ યશપાલ પેપર લઇ આવ્યો હતો અને ગુજરાતમાં 50 જેટલા શખ્સોએ પેપર ખરીદી ફોડ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 15 શખ્સોની ધરપકડ કરી છે. અને 20 જેટલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે પેપર કૌભાંડમાં વધુ બે શખ્સોની વડોદરાની ધરપકડ કરી છે તેમજ બનાસકાંઠાના કોદરામમાંથી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો હતો પેપર કૌભાંડનો માસ્ટર માઇન્ડ યશપાલ સોલંકી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો પોલીસે યશપાલની સાથે રહેલી એક મહિલાની પણ ધરપકડ કરી છે.