શેરબજારમાં સતત બીજા દિવસે ગાબડાં, ડોલર સામે રૂપિયો 49 પૈસા તૂટયોDecember 06, 2018

રાજકોટ તા.6
ચાઇના અને અમેરીકા વચ્ચે નવેસરથી ટ્રેડવોર ભડકવાની દહેશતના કારણે ગઇકાલે ભારતીય શેરબજાર રપ0 પોઇન્ટ તુટયા બાદ આજે પણ બજારમાં નરમાઇ જોવાઇ હતી અને બજાર ખુલતા જ સેન્સેકસમાં 332 પોઇન્ટનું અને નિફટીમાં 109 પોઇન્ટનું ગાબડુ પડયું હતું. જ્યારે રૂપિયો પણ ડોલર સામે 49 પૈસા નબળો પડીને ખુલ્યો હતો.
આજે સવારે શેરબજાર ખુલતા જ સેન્સેકસ 332.45 પોઇન્ટના ઘટાડા સાથે 35553.63 ના સ્તરે ખુલ્યા હતા. જ્યારે નિફટી પણ 108.85 પોઇન્ટ તુટી 10673.60 ના સ્તરે ખુલી હતી. આમ સેન્સેકસે 36 હજારનું સ્તર તોડયું છે. આજે શેરબજાર ખુલતામાં બેંક નિફટી પણ 291 પોઇન્ટ તુટી હતી.
જ્યારે મિડકેપમાં 180 પોઇન્ટ અને સ્મોલ કેપમાં પણ 137 પોઇન્ટનું ગાબડુ જોવાયું હતું. બીજી તરફ રૂપિયામાં પણ આજે ડોલર સામે ગાબડુ પડયું છે અને સવારે ખુલતામાં રૂપિયો ડોલર સામે 49 પૈસા તુટીને 70.94 ના સ્તરે ખુલ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં પણ ગાબડાં
આજે વિશ્ર્વભરના શેરબજારોનું એન્ટીમેન્ટ ખરડાયેલું જોવા મળ્યું હતું. નાસ્ડેક 3.80 ટકા, ફુરસી 1.44 ટકા, કેક 1.36 ટકા, ડેક્ષ 1.19 ટકા, જાપાનનો નિક્કી 2.51 ટકા, સ્ટેટટાઇમ 1.13 ટકા, હેન્ગફોન્ગ 2.62 ટકા, તાઇવાન ઇન્ડેકસ 2.14 ટકા, સાંધાઇ કોમ્પોઝીટ 1.28 ટકા અને એસજીએકસ નિફટી 1.27 ટકા તુટયા હતા.