નોટબંધીનો’ય બાપ; ડિજિટલ કરન્સી આવે છેDecember 06, 2018

 કાળું નાણું અને બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીનો સામનો કરવા નવો ધડાકો કરાશે  આર્થિક બાબતોના સચિવોની સમિતિ અને RBI ટૂંક સમયમાં નાણામંત્રાલય સાથે બેઠક યોજશે નવી દિલ્હી તા.6
સરકાર ટૂંક સમયમાં ડિજિટલ કરન્સી લાગુ કરવાની જાહેરાત કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સરકાર આ અંગે નિર્ણય લેશે તો ટૂંક સમયમાં જ બજારમાં ડિજિટલ કરન્સી ફરતી થઈ જશે. આ મુદ્દે આર્થિક બાબતોના સચિવની આગેવાની હેઠળ બનેલી સમિતિ દ્વારા પોતાનો અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કર્યો છે. અહેવાલમાં કહેવાયું છે કે, સરકારે ડિજિટલ કરન્સી લાવવા અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીનો સામનો કરવા માટે જ સરકારે ડિજિટલ નોટ જારી કરવી જોઈએ. રાજકીય સૂત્રોમાં ગણગણાટ છે કે, સરકાર દ્વારા જો ડિજિટલ કરન્સી લાગુ કરવામાં આવશે તો 2016માં કરાયેલી નોટબંધી બાદ સરકાર દ્વારા લેવાનારો બીજો આર્થિક મોટો નિર્ણય બનશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ નાણામંત્રાલય સાથે બેઠક યોજવામાં આવશે. આ નિર્ણય સંદર્ભમાં
પીએમઓ સાથે બેઠક યોજાશે. પીએમઓ દ્વારા જ ડિજિટલ કરન્સી જારી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના મતે ટૂંક સમયમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સમિતિના ડ્રાફ્ટમાં કહેવાયું છે કે, ફિઝિકલ કરન્સીની સાથે સાથે ઈલેક્ટ્રોનિક નોટ પણ જારી થવી જોઈએ. ડિજિટલ નોટ જારી કરવા અને સર્ક્યુલેશન ઉપર આરબીઆઈનો ક્ધટ્રોલ હોવો જોઈએ. ડિજિટલ કરન્સીના સ્રોત અને લેવડ-દેવડ ગુપ્ત રાખવામાં આવશે. આર્થિક વ્યવહારો બદલાઇ જશે
દેશભરમાં જો ડિજિટલ કરન્સી લાગુ કરવામાં આવશે તો આર્થિક વ્યવહારો અને લેવડદેવડની પદ્ધતિઓ બદલાઈ જશે. તેનાથી બ્લેક મની ઉપર અંકુશ લાગશે. તે ઉપરાંત સમિતિના મતે મોનિટરી પોલિસીનું પાલન પણ સરળતાથી કરી શકાશે. સમિતિએ ડિજિટલ લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું પણ સૂચન કરેલું છે. ડીએલટી દ્વારા વિદેશમાં આર્થિક વ્યવહારો કરવામાં સરળતા રહેશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. ખાસ કરીને બિટકોઇન જેવી તમામ ક્રિપ્ટોકરન્સી સામે લડવામાં મદદ મળશે. આવી તમામ ક્રિપ્ટોકરન્સી રાખવાનો આર્થિક અપરાધની કેટેગરીમાં જોડી દેવા જોઈએ અને આકરી સજાની પણ જોગવાઈ કરવી જોઈએ.