અનામત-કાંડ: હાર્દિક તાણે પાટીદાર ભણી; કોંગ્રેસ તાણે સવર્ણો ભણીDecember 06, 2018

 કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને મળી હાર્દિકે કહ્યું: કોંગ્રેસ પાટીદારો માટે વિધાનસભામાં બિલ લાવવા તૈયાર
 પરેશ ધાનાણીએ કહ્યું: આ કદાચ હાર્દિકનું માનવું
હોઈ શકે, કોંગ્રેસ સમગ્ર સવર્ણોને અનામત ઈચ્છે છે! અમદાવાદ તા.6
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ અને તેની ટીમ બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠાઓને મળેલા આંદોલનની જેમ પાટીદારોને અનામતમાં કોંગ્રેસનો સપોર્ટ મળે તે હેતુથી વિધાનસભામાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી આ બેઠકમાં કોંગ્રેસ પાટીદારોને સંપૂર્ણ અનામત આપવાના બદલે સમગ્ર સુવર્ણ સમાજ માટે 20 ટકા અનામત ઈચ્છે છે.
હાર્દિકે એવી રજૂઆત કરી કે કોંગ્રેસે તેની માગણી સ્વીકારી લીધી. પરંતુ જ્યારે ધાનાણીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું. આ કદાચ તેનું (હાર્દિક) નું માનવું હોઈ શકે. હાર્દિક પાટીદાર સમાજને લાભ મળે તે હેતુથી 2015થી સતત પ્રયાસો કરી રહ્યા છે.
મરાઠા અનામતની જેમ હાર્દિકની માગણી પર કોંગ્રેસના સપોર્ટ મુદ્દે ધાનાણીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું. અમારી રાજ્ય અને દિલ્હીની ટીમ દ્વારા માત્ર કમોઈ એક સમાજ માટે જ નહીં, પરંતુ પાટીદાર, બ્રાહ્મણ, લોહાણા અને અન્ય જનરલ કેટેગરીના સમાજ માટે 20 ટકા અનામત પ્રસ્તાવિત કરાયું છે.
જ્યારે હાર્દિકે જણાવ્યું હતું, મેં બધા જ સવર્ણ સમાજને અનામત માટે વિપક્ષના નેતા સમક્ષ પ્રપોઝલ મૂક્યું છે. પરંતુ મેં તમને દરેક જાતિને વસ્તીની ટકાવારીના આધારે અલગ ક્વોટા પર ભાર મૂક્યો છે. કોંગ્રેસ દ્વારા પહેલા સુવર્ણ સમાજ માટે 20 ટકા અનામત પ્રસ્તાવિત કરાયો હતો. હું ઈચ્છું છું કે સૌથી પહેલા જનરલ કેટેગરીના લોકોને સર્વે કરવામાં આવે અને ત્યાર બાદ ક્વોટા નક્કી કરાય.
ધાનાણીએ સ્પષ્ટ કર્યું હતું. મેં આજની મીટિંગમાં હાલમાં ચાલી રહેલા એસસી, એસટી અને ઓબીસી અનામત સાથે જનરલ કેટેગરી માટે 20 ટકા શિક્ષણ અને નોકરીમાં અનામતનો પોઈન્ટ સ્પષ્ટ કર્યો હતો. અમે તેને જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા માર્ચ 2016 અને ફરીથી માર્ચ 2018માં વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું હતું. માર્ચ 2016માં બીજેપી દ્વારા બિલ નકારી કાઢવામાં આવ્યું હતું. જ્યારે 2018નું બિલ હાલમાં વિધાનસભામાં પેન્ડીંગ છે. અમે આશા રાખીએ છીએ કે માર્ચ 2018નું બિલ ચર્ચા માટે આગામી સેશનમાં લાવવામાં આવશે.