તમ્બાકૂ અને સોફ્ટ ડ્રિંક્સ પર પાક. લગાવશે ‘પાપ’ ટેક્સ

  • તમ્બાકૂ અને સોફ્ટ ડ્રિંક્સ પર  પાક. લગાવશે ‘પાપ’ ટેક્સ
  • તમ્બાકૂ અને સોફ્ટ ડ્રિંક્સ પર  પાક. લગાવશે ‘પાપ’ ટેક્સ

 ‘પાપ’ (ટેક્સ)ની કમાઈ લોકોના આરોગ્ય પાછળ ખર્ચશે: તમ્બાકૂ, કેન્ડી, ઠંડાપીણાં, ફાસ્ટફૂડ, કોફી અને સુગર પર ‘પાપ’ ટેક્સ લાગે છે
કરાંચી તા.6
પાકિસ્તાનની સરકાર ટુંક સમયમાં જ સિગારેટ અને શુગરથી બનનારા પીણા પર પાપ ટેક્સ લગાવશે. આનાથી મળનારી રકમને સ્વાસ્થ્ય પર ખર્ચ થનારા બજેટમાં શામેલ કરવામાં આવશે. જન સ્વાસ્થ્ય પર આયોજીત એક કાર્યક્રમમાં પાકિસ્તાન સરકારના એક મંત્રીએ કહ્યું કે, ઈમરાન સરકાર દેશનું હેલ્થ બજેટ જીડીપીના પાંચ ટકા સુધી લઇ જવા માગે છે આના માટે રૂપિયા એકત્ર કરવાના નવા ઉપાયો શોધાઈ રહ્યા છે. આ પૈકીનો જ એક ઉપાય તમાકુથી બનનારી ઉત્પાદનો તથા સોફ્ટ ડ્રિંક્સ પાપ ટેક્સ લગાવવો છે. પાક સરકારને આશા છે કે આનાથી સારી એવી રકમ એકઠી થશે. પાકિસ્તાનનો વર્તમાન જીડીપી માત્ર 0.6 ટકા છે. પાકિસ્તાનમાં અગાઉ પણ આ પ્રકારના ટેક્સ લાગુ કરવાના
સુચનો આપવામાં આવ્યા હતા પણ તે લાગુ કરાયા નહોતા.
આ સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર તે પદાર્થોના વેચાણ પર કડક વલણ અપનાવે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છવે અને તેનાથી પેદા થતા રોગોની ઈલાજ પાછળ સરકારે મોટી રકમ ખર્ચવી પડે છે. સરકારની ઘોષણાને પેરવી કરતા સ્વાસ્થ્ય મંત્રાલયના મહાનિર્દેશક ડો.અસદ હાફિઝે જણાવ્યું કે, તમાકુ અને પીણાં પર દુનિયાના 45 દેશોમાં ટેક્સ લગાવવામાં આવે છે.
પાપ ટેક્સ દુનિયામાં વ્યવહારિક ચલણ છે. આ સમાજને નુકસાન પહોંચાડનારી વસ્તુઓ તથા ખાદ્ય પદાર્થો પર લગાવાય છે. જે પ્રોડક્ટસ પર ટેક્સ લાગે છે તેમાં તમાકુ પ્રોડક્ટસ, કેન્ડી, સોફ્ટ ડ્રિકસ, ફાસ્ટ ફૂડ, કોફી અને શુગર શામેલ છે. અમેરિકામાં સિગારેટના એક પેકેટ પર દોઢ ડોલર ટેક્સ લાગે છે જયારે બ્રિટનમાં એક લીટર શુગરમાંથી બનેલા પીણા પણ 40 પેંસ પાપ ટેક્સ લાગે છે.