મિશેલના સાગરિતે કહ્યું હતું: એપી એટલે અહમદ પટેલ!

  • મિશેલના સાગરિતે કહ્યું હતું: એપી એટલે અહમદ પટેલ!
  • મિશેલના સાગરિતે કહ્યું હતું: એપી એટલે અહમદ પટેલ!

નવી દિલ્હી તા,6
સીબીઆઈને બ્રિટિશ નાગરીક ક્રિશ્વન મિશેલની કસ્ટડી મળી ગઈ છે. હવે પૂર્વ વાયૂસેના પ્રમુખ એસપીએ ત્યાગી ઉપરાંત અન્ય કેટલાક મોટા ખેલાડીઓ પર પણ ધ્યાન કેન્દ્રીત થયું છ, જેમણે 3,727 કરોડ રૂપિયાના સોદામાં એંગ્લો-ઈટાલી ફર્મ ઓગષ્ટા વેસ્ટલેંડના પક્ષમાં કરવામાં મોટી ભૂમિકા અદા કરી હોવાની આશંકા છે.
મિશેલની કથિત નોટ અનુસાર, (જે ઈટાલીની કોર્ટના નિર્ણયનો હિસ્સો છે) જેમાં કહેવામાં આવ્યું છે કે, 30 મિલિયન યૂરો (લગભગ 240 કરોડ રૂપિયા) ભારતીય અધિકાર્રીઓ અને એરફોર્સ અધિકારીઓને વહેંચવામાં આવ્યા હતાં.
બજેટ એક્પેંડીચર નોટના શીર્ષકની સાથે વર્ષ 2008માં મિશેલની લંડન સ્થિત ઓફિસમાં આ નોટ લખવામાં આવી હતી. તેમાંથી કેટલાક પદોને ટૂંકમાં લખવામાં આવ્યા હતાં. મિશેલના અત્યંત નજીકના ગુઈડો હેશ્કએ ઈટાલીના તપાસકર્તાઓ સામે આ વાતનો સ્વિકાર કર્યો હતો. હેશ્કેએ પોતાના દાવામાં મિશેલની નોટમાં લખવામાં આવેલા ટૂંકા નામને
લઈને પણ વટાણા વેરી નાખ્યાં હતાં. તેણે કહ્યું હતું કે, એએફનો અર્થ એરફોર્સ, પીડીએસઆરનો અર્થ પ્રિંસિપલ ડાયરેક્ટર એર સ્ટાફ, એફટીટીનો અર્થ ફ્લાઈટ ટ્રાયલ ટીમ, ડીજી મેંન્ટેનંસનો અર્થ ડીજી મેંટેનંસ, સીવીસીનો અર્થ સેંટ્રલ વિજિલંસ કમીટી, ડીજી એસીક્યૂનો અર્થ ડાયરેક્ટર જનરલ એક્વિઝિશન, જેએસ એરનો અર્થ જોઈંટ સેક્રેટરી એર, એફએએમનો અર્થ ત્યાગી ફેમીલી, એપીનો અર્થ (અહેમદ પટેલ - કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર) થાય છે. મિશેલનું બજેટ એકસ્પેન્ડીચર!
એરફોર્સ માટે 48 કરોડ
બ્યુરોક્રેટ્સ માટે 67 કરોડ
અહમદ પટેલ માટે 24 કરોડ
જઙઅ ત્યાગી માટે 128 કરોડ