દરિયામાં 16 ફૂટ ઊંડે અન્ડરવોટર વિલા!December 06, 2018

રંગાલી દ્વિપ (માલદીવ): સાફ અને ક્રિસ્ટલ ક્લિયર દરિયાનું પાણી, ખુરસુરત બીચીઝ અને પરફેક્ટ સનમેટ માટે દુનિયાભરમાં જાણીતું માલદીવ વધુ એક બાબત માટે વિશ્ર્વમાં પ્રખ્યાત થયું છે. માલદીવમાં નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ખૂબસુરત અંડરવોટર વિલા શરૂ થઈ છે. આ વિલાએ પર્યટન જગતમાં ખળભળાટ મચાવ્યો છે. ખાસ કરીને જે લોકોને અંડરવોટર એડવેન્ચર અને પાણી પસંદ છે તેમના માટે આ વિલા ખૂબ જ એક્સાઈટિંગ છે. વિશ્ર્વમાં પહેલી વખત અંડરવોટર વિલા શરૂ થઈ છે. આ અંડરવોટર વિલાનું નામ ધ મુરાકા છે. આ વિલામાં વિઝિટર્સ આવવા શરૂ થઈ ગયા છે. આ વિલા બે માળની છે. એક માળ પાણીની ઉપર અને બીજો માળ પાણીની નીચે છે. પાણીની અંદર બનેલા હાઈ-એન્ડ ર્સ્યટમાં એક મોટો બેડરૂમ, વોશરૂમ અને લિવિંગ રૂમ છે. ઉપરના માળે બનેલી સીડીઓથી નીચે પહેાંચી શકાય છે. આ વિલાનો બીજો માળ 16 ફૂટ 4 ઈંચ નીચે સમુદ્રમાં છે. અહીંથી તમને ક્રિસ્ટલ ક્લિયર દરિયો દેખાશે સાથે જ પાણીમાં તરતી માછલીઓને જોવું એક લ્હાવો હશે. આ ખૂબસુરત વિલામાં સનસેટ જોવા માટે એક અલગ ડેક બનાવાયો છે. તમારી મદદ માટે 24 કલાક અહીં સ્ટાફ હાજર રહેશે. જો તમે વિચારતા હો કે વિલામાં જઈને થોડા દિવસ લક્ઝુરિયસ લાઈફની મજા માણશો તો વિચાર પર બ્રેક મારો. આ વિલામાં રહેવું દરેકના ગજાની વાત નથી. કારણકે આ અંડરવોટર વિલાનું એક રાતનું ભાડું 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ 67 હજાર રૂપિયા છે. માલદીવના રંગાલી દ્વીપ પર સ્થિત કોનરાડ માલદીવમાં જ્યાં અંડરવોટર વિલા બની છે ત્યાં અંડર સી રેસ્ટોરાં પણ છે જેની શરૂઆત 18 વર્ષ પહેલા એટલે 2000ની સાલમાં થઈ હતી. જો તમે માલદીવ ફરવા જવાના હો અને બજેટની ચિંતા ન હોય તો મુરાકામાં જવા વિચારી શકો છો!