હવામાંથી નીચોવાશે પાણી!December 06, 2018

સાઉદી અરબ તા,6
પીવાના પાણીની સમ્યાને દૂર કરવાની દિશામાં એક આશાનું કિરણ દેખાયું છે. સાઉથ અરબ સ્થિત કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ બનાવવામાં સફળતા મેળવી છે જે હવામાંથી પાણીના કણ એકત્ર કરવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકો આને પીવાના પાણીનો નવો વિકલ્પ માની રહ્યાં છે. એક અનુમાન અનુસાર, ધરતી પર વહેતી હવામાં આશરે 13 લાખ કરોડ ટન પાણી સમાયેલુ છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ પાણીને પ્રયોગ કરવાના ઉપાયો પર કામ કરી રહ્યા છે. હવામાંથી પાણી એકત્ર કરવાના ડિવાઈસ અગાઉ પણ બનાવાયા છે. જોકે, તે ડિવાઈસિસની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. અથવા તો તેના પર થતો ખર્ચ તેને અવ્યવહારિક બનાવી દે છે. કેટલાંક ડિવાઈસને જટિલ સંરચનાને કારણે સામાન્ય પરિસ્થિતિઓમાં પ્રયોગ કરી શકવા શક્ય રહેતું નથી. આ નવા ઉપકરણમાં આ તમામ ખામીઓને દૂર કરાઈ હોવાનો દાવો કરાયો છે. આમા કેલ્શિયમ કલોરાઈડનો ઉપયોગ કરાયો છે, જે સસ્તુ અને ટકાઉ છે અને ઝેરીલી અસર નથી.  
યુનિવર્સિટીના રિસર્ચર રેનયુઆન લીએ જણાવ્યું કે, કેલ્શિયમ કલોરાઈટડમાં પાણીને શોષવાની અદ્ભૂત ક્ષમતા હોય છે. આ હવાના સંપર્કમાં તેમાંથી પાણીના કણોને શોષી લે છે. આ પ્રક્રિયામાં સૌથી મોટી મુશ્કેલી હતી કે, કેલ્શિયમ ક્લોરાઈડ પાણીના શોષીને તેમાં ભળી જાય છે. આ સમસ્યામાંથી પાર પડવા માટે વૈજ્ઞાનિકોએ તેને ખાસ હાઈડ્રોજેલમાં ડૂબાડી દીધું. આવું કરવાથી આ હવામાંથી પાણીના વધુ કણ ખેંચે છે અને પોતે સખત બની રહે છે. શોષવામાં આવેલા પાણીના કણોને અલગ કરીને એકત્ર કરવા માટે તેમાં કાર્બન નેનોટ્યુબનો ઉપયોગ કરી શકાય છે. એક દી’નો ખર્ચ
50 પૈસાથી ઓછો
વૈજ્ઞાનિકોએ એક પ્રોટોટાઈપ બનાવી તેને આખી રાત બહાર રાખ્યું રાતનો સમય એટલા માટે પસંદ કરાયો હતો કેમ કે, તે હવામાં 60 ટકાથી વધુ ભેજ હતો. 35 પદાર્થથી રાતે 37 ગ્રામ પાણી શોષવામાં સફળતા મળી. બીજા દિવસ સવારે અઢી કલાક સૂર્ય પ્રકાશમાં રહ્યા બાદ પાણી ડિવાઈસમાં એકઠું થઈ ગયું. લીએ જણાવ્યું કે, જો આ ડિવાઈસને રોજ ત્રણ લીટર પાણી બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવે તો એક દિવસનો ખર્ચ 50 પૈસાથી પણ ઓછો થશે.