સર્જિકલ સ્ટ્રાઈક હવે મોટા પરદેDecember 06, 2018

મુંબઇ તા.6
ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકનું નિર્દેશન આદિત્ય ઘરે કર્યુ છે. ફિલ્મમાં વિક્કી કૌશલ. યામી ગૌતમ અને પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ટ્રેલરમાં એક્શન અને ઈમોશન બંને જોવા મળ્યા છે. વિક્કી કૌશલે સેનિકના રોલમાં દમદાર અભિનય કરેલો જણાય છે.
ફિલ્મના ટ્રેલર પરથી લાગે છે કે ફિલ્મના ડાયલોગ દમદાર છે. જેમ કે ‘હિન્દુસ્તાન અભી ચૂપ નહિં બેઠેગા. યે નયા હિન્દુસ્તાન હૈ, યે ઘરમેં ઘૂસેગા ભી ઔર મારેગા ભી...’ આ સાથે જ પાડોશી દેશના નાપાક ઈરાદા નિષ્ફળ કરવામાં શહીદ થયેલા જવાનોના પરિવારનું દર્દ પણ ફિલ્મમાં સારી રીતે છલકાય છે.