વિરાટની ઓસિ.ને ચીમકી: અમારી ‘ટેસ્ટ’ ન લેશોDecember 06, 2018

 ઑસ્ટ્રેલિયનો સ્લેજિંગ કરવામાં પાવરધા છે: ભારતીય પ્લેયરો હરીફ ખેલાડીઓના માથાના થઈને જ રહેશે અને મેચને કે શ્રેણીને નીરસ નહીં થવા દે
એડીલેડ તા,6
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની સિરીઝનો પ્રથમ ટેસ્ટ આજ તા.6 ડિસેમ્બરથી એડીલેડમાં રમાશે. ભારત આ મેદાન પર પ્રથમવાર 1948મા રમ્યું હતું. ત્યારથી અત્યાર સુધી અહીં 11 ટેસ્ટ રમી છે, જેમાં સાતમાં ભારતનો પરાજય
થયો છે. ભારતીય ટીમને અહીં
એકમાત્ર જીત ડિસેમ્બર 2003મા મળી હતી. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ભારતે અહીં ત્રણ ટેસ્ટ રમી, જેમાં બેમાં હાર થઈ અને એક મેચ ડ્રો રહ્યો હતો.
વિરાટ કોહલીને વિશ્ર્વાસ છે કે મેદાન પરની વર્તણૂકને લાગેવળગે છે ત્યાં સુધી ભારત અથવા ઑસ્ટ્રેલિયાની ટીમ દ્વારા મર્યાદાને ઓળંગવામાં નહીં આવશે, પણ સાથોસાથ તે ઈચ્છતો નથી કે ખેલાડીઓએ લાગણીપ્રધાન બન્યા વિના જ રમવું.
ઑસ્ટ્રેલિયનો સ્લેજિંગ કરવામાં પાવરધા છે. જોકે, કોહલીનો ભાવાર્થ એવો પણ હતો કે ભારતીય પ્લેયરો હરીફ ખેલાડીઓના માથાનો થઈને જ રહેશે અને મેચને કે શ્રેણીને નીરસ નહીં થવા દે.
‘ભૂતકાળમાં બન્યું હતું તેમ ફરી બનવાની હું આશા કરતો નથી કે જ્યારે બંને ટીમે પોતાની મર્યાદા ઓળંગી હતી. પણ, આખરે આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે અને ફક્ત રમી પાછા ફરી શકતા નથી, એમ કોહલીના નિવેદનથી સ્પષ્ટ બન્યું હતું કે તે શ્રેણીમાં થોડી ગરમાગરમી ઊભી કરવાનું પસંદ કરે છે.
ભારતીય સુકાનીએ એવો સંકેત આપ્યો હતો કે અગાઉની કેટલીક શ્રેણીમાં બન્યા પ્રમાણે આચારસંહિતાનો ભંગ કર્યા વિના શ્રેણીમાં થોડી હળવી મશ્કરી થઈ શકે છે. કોઈ વેળા એવો સમય હોય છે કે હરીફ બેટ્સમેનો પર માનસિક દબાણ મુકવું પડતું હોય છે, એમ તેણે કહ્યું હતું.