ગૌતમને શાહરુખ ખાને કહ્યું ગંભીરતા છોડો, થોડું હસોDecember 06, 2018

નવી દિલ્હી તા,6
2007માં પાક. સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 75 રન બનાવીને અને 2011માં શ્રીલંકા સામેના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં 97 રન બનાવીને ભારતને આ બન્ને વિશ્ર્વકપની ટ્રોફી અપાવનાર 37 વર્ષીય બેટ્સમેન ગૌતમ ગંભીર આજથી પોતાની 20 વર્ષની શાનદાર કારકિર્દીની આખરી મેચ રમવા મેદાન પર ઉતરશે. આ મેચ અહીં તેના ફેવરિટ ફિરોજશાહ કોટલાના મેદાન પર આંધ્ર સામે રમાશે.
ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દર સેહવાગના સાથી ગંભીરે 1999માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી. 2016ની સાલ સુધીમાં 58 ટેસ્ટમાં 9 સદીની મદદથી 4154 રન, 147 વન-ડેમાં 11 સદી સાથે 5238 રન તથા 37 ટી-ટ્વેન્ટીમાં 932 રન બનાવ્યા હતા. કોલકત્તાને બે વખત આઇપીએલની ટ્રોફી અપાવનાર એના ભૂતપૂર્વ કેપ્ટન ગંભીરને એ ટીમના સહ-માલિક શાહરુખ ખાને ગઈ કાલે ટ્વિટર પર ભવ્ય કરિયર બદલ અભિનંદન આપતાં આ મુજબ જણાવ્યું હતું: ‘મને પ્રેમ અને મારી ટીમને સુંદર આગેવાની આપવા બદલ તારો આભાર માનું છું, મારા કેપ્ટન. તું ખાસ દરજ્જાનો માનવી છે. અલ્લાને બંદગી કરું છું કે તને હંમેશાં ખુશ રાખે....તારે થોડું વધુ હસવું જોઈએ.’