DDની ‘ગૂગલી’માં ગંભીર સહિત 10 ખેલાડી ‘આઉટ’

  • DDની ‘ગૂગલી’માં ગંભીર  સહિત 10 ખેલાડી ‘આઉટ’

મુંબઈ તા,6
આઈપીએલ 2019થી પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ ટીમે એક મોટો નિર્ણય કરતાં ગૌતમ ગંભીરને ટીમથી રિલીઝ કરી દીધા છે. સતત 7 વર્ષો સુધી કોલકાતા નાઈટ રાઈડર્સમાં રહ્યા બાદ પાછલા વર્ષથી ગૌતમ ગંભીર પોતાની હોમ ટાઉન ટીમમાં આવ્યો હતો. જોકે, ગઈ સિઝન ગંભીર માટે ખુબ જ ખરાબ રહી હતી, જેમાં તે બેટ અને કેપ્ટનશીપ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. આ કારણે તે અડધીથી વધારે સિઝન દરમિયાન ટીમમાંથી બહાર રહ્યો હતો. 2018ની સિઝનની પોતાની 27 ખેલાડીઓની ટીમમાંથી દિલ્હી ડેયરડેવિલ્સે 10 ખેલાડીઓને રિલિઝ કરી દીધા છે. આઈપીએલ 2018માં ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતુ અને તે અંતિમ સ્થાન પર રહ્યાં હતા. ગંભીર ઉપરાંત દિલ્હીએ પોતાના 10માંથી 5 વિદેશી ખેલાડીઓને પણ રિલિઝ કરી દીધી છે જેમાં ગ્લેન મેક્સવેલ અને ડેનિયલ ક્રિસ્ચનનું નામ સામેલ છે.
રિટન કરેલા ખેલાડી: શ્રેયસ અય્યર, પૃથ્વી શો, ઋષભ પંત, મનજોત કાગડા, કોલિન મુનરો, ક્રિસ મોરિસ, જયંત યાદવ, રાહુલ તેવતિયા, હર્ષલ પટેલ, અમિત મિશ્રા, કગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ લમિછાને અને આવેશ ખાન.
રિલિઝ કરેલા ખેલાડી: ગૌતમ ગંભીર, જેસન રોય, ગુરકીરત માન, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ શમી, ડેન ક્રિસ્ચન, સયન ઘોષ, લાયમ પ્લંકિટ, જૂનિયર ડાલા અને નમન ઓઝા.
ટ્રેડ કરેલા ખેલાડી: વિજય શંકર, અભિષેક શર્મા અને શાહબાજ નદીમના બદલામા શિખર ધવનનો સોદો.