રણજી ટ્રોફી છોડવી યુવરાજને ભારે પડશે

મુંબઈ તા,6
ટીમ ઇન્ડિયાને વર્ષ 2011માં વર્લ્ડકપ જીતાડનાર યુવરાજ સિંહનું હવે માત્ર એક જ લક્ષ્ય છે કે, તે આગલા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરે. જોકે, હવે તે અશક્ય છે. કારણ કે, ટીમ ઇન્ડિયામાં યુવરાજ સિંહની અછતને અંબાતી રાયડું જેવા બેટ્સમેને પૂર્ણ કરી દીધી છે. આમ તો યુવરાજ સિંહે એક એવો નિર્ણય લઇ લીધો છે જેના કારણે તેણે પોતાની વર્લ્ડ કપમાં રમવાની આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. વિજય હજારે ટ્રોફીમાં રમનાર યુવરાજ સિંહે રણજી ટ્રોફીમાં ન રમવાનો નિર્ણય કર્યો છે અને આ માટે જ સોમવારે જાહેર થયેલ પંજાબની રણજી ટ્રોફીમાં યુવરાજ સિંહનું નામ નથી.
પંજાબની રણજી ટીમ: શુભમાન ગિલ, જીવનજોત સિંહ, અનમોલ પ્રીત સિંહ, મનદીપ સિંહ (કેપ્ટન), સનવીર સિંહ, ગુરકીરત સિંહ માન, અભિષેક ગુપ્તા (વિકેટકીપર), અભિષેક શર્મા, મયંક માર્કેડેય, અર્પિત પન્નૂ, વિનય ચૌધરી, સિદ્ધાર્થ કૌલ, શુબેક ગિલ, બલતેજ સિંહ, બરિંદર સરા અને શરદ લુમ્બા.