ભગવાનના દાસાનુદાસ થઈને જીવન જીવવું એ જ ખરા અર્થમાં દીક્ષાDecember 06, 2018

દીક્ષા એટલે "અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોડસ્મિ
પવિત્ર જીવનનું પ્રથમ પગથિયું એટલે દીક્ષા.
જીવનમાં સુખ-શાંતિના પ્રારંભનો સમય એટલે દીક્ષા.
પ્રભુપ્રસન્નતા મેળવવાનું પ્રવેશપત્ર એટલે દીક્ષા. સામાન્ય રીતે દીક્ષા શબ્દ સાંભળતા, ત્યાગી, સાધુ-સંન્યાસી અને વૈરાગી વગેરેના શબ્દચિત્રો માનસપટ પર અંકિત થાય છે. પરંતુ, દીક્ષા માત્ર ત્યાગીઓ માટે જ નથી હોતી. ગૃહસ્થ માટેની દીક્ષા પણ શાસ્ત્રોમાં નિરૂપી છે. ત્યાગીઓ માટે ત્યાગાશ્રમની દીક્ષા અને ગૃહસ્થો માટે સાધારણ દીક્ષા શાસ્ત્રસંમત છે.
સાધારણ દીક્ષા એટેલે શું? જ્યારે શુદ્ધ અને પવિત્ર હૃદયવાળા સંત પાસેથી વરુણદેવની સાક્ષીએ પંચવર્તમાન(પાંચ નિયમો) જીવનભર પાળવાની પ્રતિજ્ઞા સાથે ભગવાનની દાસભાવે શરણાગતિ સ્વીકારે છે. ત્યારે તે ગૃહસ્થોની સાધારણ દીક્ષા કહેવાય છે. તે પાંચ નિયમો મનુષ્યમાત્રના સુખકારી જીવન માટે અનિવાર્ય છે : ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, અભક્ષ્ય વસ્તુઓ ન ખાવી. સમાજને સુખ અને શાંતિ આપનાર આ સાધારણ દીક્ષા માટે પાપી-પુણ્યશાળી, સજજન-દુર્જન, વ્યસની-નિર્વ્યસની, સ્ત્રી-પુરુષ, બાળ-વૃદ્ધ એમ મનુષ્યમાત્ર અધિકારી છે. જો તે આ પંચવર્તમાન જીવનભર પાળવા માટે કટિબદ્ધ-પ્રતિજ્ઞાબદ્ધ હોય તો જ!
હવે સામાન્ય દીક્ષા ગ્રહણ કરેલ માનવ સંસારના અસારપણાને અને સુખના નિધિ એવા ભગવાનના અપારપણાને અનુભવીને સંપૂર્ણ જીવનરૂપી પુષ્પ તેમના ચરણોમાં સેવા માટે સમર્પિત કરવા માટે તત્પર થાય ત્યારે તે ત્યાગાશ્રમમાં પ્રવેશે છે.
અર્થાત પારલૌકિક સંબંધમાં જોડાવા લૌકિક પદાર્થો અને સંબંધોનો ત્યાગ કરી ભગવાનના અખંડ ધારક બ્રહ્મસ્વરૂપ સંતને શરણે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરે છે અને એ પવિત્ર દીક્ષા દિવસ સમાજને સંતરૂપી અમૂલ્ય રત્ન આપનારો માંગલિક દિવસ બને છે. પંચવર્તમાનરૂપી નિયમો જેમ ગૃહસ્થો માટે છે, તેમ ત્યાગીઓ માટેના પંચવર્તમાન ભગવાન શ્રીસ્વામિનારાયણે આપેલા છે : નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ અને નિર્માન. આ પંચવર્તમાન પાળવાની પ્રતિજ્ઞા સાથે દીક્ષાર્થી પ્રથમ પાર્ષદી દીક્ષા લઈ શ્ર્વેતાંબરી પાર્ષદ તરીકે અને પછી ભાગવતી દીક્ષા લઈને ભગવા વસ્ત્રધારી સાધુ તરીકે પ્રભુની અને સમાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરે છે.
આમ, મનુષ્યમાત્ર માટે દીક્ષા અનિવાર્ય કર્મ છે - જીવનનો અજોડ ભાગ છે. જે સમાજ માટે અને પોતાના જીવન માટે શાંતિદાયક અને સુખદાયક છે. આપણા ભારતીય સંપત્તિરૂપી ગૌરવસમા સનાતન શાસ્ત્રોમાં દીક્ષાને દિવ્યભાવ પમાડીને, પાપના સમૂહનો નાશ કરીને ભગવાનનું ધામ પમાડનાર પરમ પવિત્ર કર્મ કહ્યું છે.(ગૌતમીય સંહિતા, વૈહાયસસંહિતા)
આ શાસ્ત્રરૂપી બગીચામાં ઠેર-ઠેર આવા દીક્ષાની વ્યાખ્યારૂપી પુષ્પો અનેક વર્ષોથી મઘમઘી રહ્યાં છે. તેનો એક સારરૂપી પુષ્પાહાર બનાવીએ, તો તે આવો
કંઈક સુંદરતા અને સૌરભતા ફેલાવનારો બનશે.
ઉૂંઞળટર્ટિૈ ઉૂંર્યૈ પ્ળન્ન્રૂ રૂૄસ્ત્રરૂર્ક્ષૈ રુણઘળટ્ટપર્ણીં
રુમધળવ્રડળલધળમજ્ઞણ લજ્ઞમળ લવ્મળૃમટળફિર્ઞીં॥
અર્થાત ગુણાતીત બ્રહ્મસ્વરૂપ ગુરુને પ્રાપ્ત કરીને, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, પરબ્રહ્મ સર્વાવતારી ભગવાનની દાસભાવે સેવા-ભક્તિ કરવી.
આમ, પોતાને બ્રહ્મરૂપ માનવા છતાં ગુરુતાગ્રંથિથી છકી ન જતા, ભગવાનના તો દાસાનુદાસ જ થઈને તેમની સેવા-ભક્તિ કરવી એ જ સાચી દીક્ષા કહી છે. તેમાં પણ બ્રહ્મસ્વરૂપ ગુરુએ આપેલી દીક્ષા હોય તો સોનામાં સુગંધ ભળે, કારણ કે કુવામાં હોય તો અવેડામાં આવે ને! તેવી જ રીતે પરમ પવિત્ર નિર્દંભી ગુરુ પાસેથી દીક્ષા લેનાર દીક્ષાર્થીને ત્યાગી જીવનના એક ઉત્તમ આદર્શ તરીકે આવા એકાંતિક પવિત્ર સંત નજર સમક્ષ હોય તો જ પરોપકારી, નિર્દંભી અને પવિત્ર જીવન જીવીને પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે અને તેના સંગમાં આવનારાં અનેક મનુષ્યોને પણ તેવી પ્રસન્નતા અને સુખ-શાંતિ આપી શકે.
વળી, ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે દાસભાવે (ગુરુભાવે નહીં!) પ્રભુભક્તિ કરવા માટે પણ આવા બ્રહ્મસ્વરૂપ ગુરુ જ શ્રેષ્ઠ આદર્શ અને દીક્ષા આપનાર છે.
તેવી જ રીતે ‘દાસભાવથી સેવા કરવાની દીક્ષા’ આપતા સાધુતાના શિરોમણિ
એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે (વિશ્ર્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ) આ જ વર્ષે ગોંડલમાં થયેલ દીક્ષાદિને દીક્ષાર્થીઓને ત્યાગાશ્રમની દીક્ષા આપીને દીક્ષાવિધિનો અને સમગ્ર જીવનનો સાર સમાવી લેતો એ અજોડ દીક્ષામંત્ર આપ્યો "અષફપ્ર અર્વૈ ક્ષૂ્યરળજ્ઞટ્ટટપડળલળજ્ઞજાશ્ર્નપ - હું અક્ષરરૂપ છું અને ભગવાનનો દાસ છું. આ પ્રમાણે ભગવાનના દાસાનુદાસ થઈને જીવન જીવવું એ જ ખરા અર્થમાં દીક્ષા છે અને એ જ મનુષ્યમાત્રને ભગવાનનું પરમધામ-મોક્ષ આપનાર પ્રભુ પ્રસન્નતાનું પ્રથમ પગથિયું છે. પારલૌકિક સંબંધમાં જોડાવા લૌકિક પદાર્થો અને સંબંધોનો ત્યાગ કરી ભગવાનના અખંડ ધારક બ્રહ્મસ્વરૂપ સંતને શરણે જવું તે ત્યાગાશ્રમની દીક્ષા છે