પેપરકાંડમાં વધુ ચારની ધરપકડ, મનહરનો ભાજપી સાગરીત સસ્પેન્ડDecember 05, 2018

દિલ્હીની પેપરફોડ ગેંગ સાથે ઉમેદવારોને મળાવનાર વચેટિયા નિલેશ નામના ગુજરાતી શખ્સની શોધખોળ, ધરપકડનો આંક થયો 12  અમદાવાદ તા.5
લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનું કૌભાંડ ભાજપને વધુ ને વધુ બે-આબરૂ કરી રહ્યું છે. તપાસનીશ એટીએએસ અને ક્રાઇમબ્રાચ્ને આજે વધુ ચાર શખ્સોની ધરપકડ કર્યાનું જાહેર થયું છે, જેમાંનો એક શખ્સ અગાઉ પકડાઇ ચૂકેલા ભાજપી મનહર પટેલનો સાગરિત જયેન્દ્ર રાવલ પણ છે, અને તેને પણ સસ્પેન્ડ કરી દેવાની ભાજપને ફરજ પડી છે.
આજે પકડાયેલા ચાર શખ્સોમાં ભરત ચૌધરી, નવભાઇ વઘડીયા, સંદીપ ચૌધરી અને જયેન્દ્ર રાવલનો સમાવેશ થાય છે, જેમાંનો જયેન્દ્ર રાવલ અરવલ્લીના સાંઠબાનો વતની છે અને એ આ કેસમાં પકડાઇ ચૂકેલા ભાજપ અગ્રણી મનહર પટેલનો ડ્રાયવર છે, તથા પોતે પણ ભાજપ સાથે જોડાયેલો છે. અગાઉ મુકેશ અને મનહર બાદ હવે જયેન્દ્રને પણ ભાજપે સસ્પેન્ડ કરી દીધો છે.
દરમ્યાન અરવલ્લી જિલ્લા પંચાયત સભ્ય કીર્તિ પટેલ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલી ધખધખતી પોસ્ટમાં આક્ષેપ કર્યો છે કે મનહર પટેલને હું ઓળખું છું, તેનો કોલ ડીટેઇલ ચકાસવામાં આવે તો જે પોલીસ ઓફિસરો આ કૌભાંડમાં સંડોવાયેલા છે, તેમના નામ બહાર આવે તેમ છે.
આ આક્ષેપોને સમર્થન મળતું હોય તેમ હવે અરવલ્લીના બાયડની હોટલમાં પેપરલીકના બે દિવસ પહેલાંના કેટલાંક સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે અને તેમાં દેખાતો મનહર પટેલ અહીં પોલીસ ઓફિસર ગઢવીને મળતો હોવાના દ્રશ્ય કેપ્ચર થયેલા છે. એક વાયરલ પીએસઆઇ અને કોઇ ડીવાય એસપી કક્ષાના અધિકારી હોટલમાં મનહરને મળ્યાની ચર્ચા આજે વ્યાપ્ત બની છે.
8.75 લાખ નોકરી વાચ્છું ઉમેદવારોની કારકીર્દી ધૂળધાણી કરનાર આ કૌભાંડમાં તપાસનીશોએ દિલ્હી-ગુડર્ગાંવની પેપરલીક ગેંગની સંડદવણી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે અને મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાતથી 29 ઉમેદવારને તેમની સાથે સંપર્ક કરાવનાર કોઇ નીલેશ નામના ગુજરાતી શખ્સની હવે શોધખોળ ચાલી રહી છે. પકડાયેલા 12 આરોપીઓની નામાવલી
સૌપ્રથમ પકડાયેલા 4 આરોપી : (1) વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ(2) રૂપલ શર્મા (3) મુકેશ ચૌધરી (ભાજપ અગ્રણી) અને (4) મનહર પટેલ(ભાજપ અગ્રણી)
મંગળવારે પકડાયેલા અન્ય 4 :(1) ઉત્તમસિંહ ચૌધરી
(2) અજય પરમાર(3)નરેન્દ્ર ચૌધરી(4)પ્રીતેશ પટેલ,
આજે અન્ય 4ની ધરપકડ :(1) જયેન્દ્ર રાવલ(મનહરનો ભાજપી સાગરીત(2) ભરત ચૌધરી (3) નવભાઇ વઘડીયા (4) સંદીપ ચૌધરી.