પાક. સેનાના દમન સામે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો રસ્તા પરDecember 05, 2018

 પાક. સરકાર મુળભૂત અધિકારોથી વંચિત રાખી રહી હોવાનો આક્ષેપ
ઇસ્લામાબાદ તા.5
પાકિસ્તાનના ગિલગિત બાલ્ટિસ્તાનના હુંજા વિસ્તારમાં પાકિસ્તાન સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. મુળભૂત અને બંધારણીય અધિકારની માગ સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોનું કહેવુ છે કે, પાકિસ્તાન સેના દ્વારા દમન કરવામા આવી રહ્યુ છે. અને પાકિસ્તાન સરકાર મુળ અધિકારથી ગિલગિત બાલ્ટિસ્તાનના લોકોને વંચિત રાખી રહી છે. વિરોધ પ્રદર્શન દરમ્યાન અનેક લોકો પોસ્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પાકિસ્તાન સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.