10 વર્ષથી ગુજરાતમાં રહેતા વાલીના સંતાનને ડોમિસાઇલ મળશે: હાઇકોર્ટDecember 05, 2018

અમદાવાદ તા.5
ગુજરાત હાઈકોર્ટે ડોમિસાઈલ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સગીરનું ડોમિસાઈલ વાલીના ડોમિસાઈલ પરથી નક્કી થશે. 10 વર્ષથી ગુજરાતમાં રહેતા વાલીઓનું ડોમિસાઇલ રાજ્ય ગણવું. આ ચુકાદાને કારણે મૂળ વતન છોડીને ગુજરાતમાં રહેતા લોકોને રાહત મળી છે.ડોમિસાઇલ એટલે કાયદા પ્રમાણે નાગરિકને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો નાગરિક તરીકેના અધિકારને ડોમિસાઈલ કહેવામાં આવે છે.ગુજરાતમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર (ગુજરાતના મૂળ અધિનિવાસી અંગેનુ પ્રમાણપત્ર) મેળવવા માટે ગુજરાતમાં ઓછામાં ઓછા દસ વર્ષનો વસવાટ હોવો જરૂરી છે, આ પ્રમાણપત્ર રહેઠાણના તથા અભ્યાસના પૂરાવાની ચકાસણી બાદ મળે છે. જે અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતમાં 10 કે 10 વર્ષથી વધુ સમયથી સ્થાયી થયેલા કોઈ પણ રાજ્યના નાગરિકને મળવાને પાત્ર હોય છે.