‘કુંભારામ’ને બદલે રાહુલ ગાંધી બોલ્યા, ‘કુંભકરણ’ યોજના!December 05, 2018


ઝુનઝુન (રાજસ્થાન) તા.5
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર પોતાના નિવેદનને કારણે ટીકાઓથી ઘેરાયા છે. રાજસ્થાનના ઝુનઝુનુના સુરજગઢ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસી ઉમેદવાર શ્રવણકુમારનાં સમર્થનમાં બુહાનામાં યોજાયેલી જનસભાને સંબોધતા રાહુલે યોજનાના નામના ઉચ્ચારણમાં ભૂલ કરી હતી જેના કારણે રાહુલ અને પાર્ટી બન્નેની ફજેતી થઈ રહી છે. રાહુલ ગાંધીએ ‘કુંભારામ’ લિફ્ટ યોજનાને ‘કુંભકરણ’ યોજના કહી દીધી હતી. ત્યારબાદ સભામાં
કોમેડિનો માહોલ સર્જાયો હતો. સભાને સંબોધતા રાહુલ કોંગ્રેસે આ વિસ્તારમાં કરેલા વિકાસના કાર્યોને ગણાવી રહ્યાં હતા. જેમાં તેઓ મીઠા પાણી માટેની કુંભારામ લિફ્ટ પરિયોજનાનો ઉલ્લેખ કરવા માંગતા હતા પરંતુ તેમણે કુંભારામ લિફ્ટ કેનાલ યોજનાની જગ્યાએ કુંભકરણ યોજના કહી દીધું.
મંચ પર ઉપસ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત અને પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને ખેતડી વિધાનસભા ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર ડો.જિતેન્દ્રસિંહે રાહુલ ગાંધીને યોજાનાનું સાચું નામ જણાવ્યું હતું. ત્યારબાદ રાહુલે તરત જ પોતાની ભૂલને સુધારી પરિયોજનાના નામનું સાચું ઉચ્ચારણ કર્યું હતું. ત્યારબાદ રાહુલે કહ્યું કે, તેમણે પહેલા તબક્કામાં આ યોજના માટે 955 કરોડ રૂપિયા અને 3,200 કરોડ ઝુનઝુનુ તથા તેના આસપાસના જિલ્લાઓ માટે ફાળવ્યાં હતા. બીજેપીએ પાંચ વર્ષમાં કંઈ જ નથી કર્યું.
રાહુલ ગાંધી આ પહેલા પણ આ પ્રકારની ભૂલો કરી ટીકાઓથઈ ઘેરાઈ ચુક્યાં છે. આ પહેલા પણ યુપીમાં બટાટાની ફેક્ટરી અંગેનું નિવેદન આપ્યું હતું. તો છત્તીસગઢમાં એક રેલી દરમિયાન તેમણે બીએચઇએલને મોબાઈલની કંપની કહી હતી. તેમણે કહ્યું હતુ કે, આ મોબાઈલ તેમને બીએચઇએલ પાસેથી કેમ ન ખરીદ્યો?