USમાં નોકરી શોધનારા ભારતીયોમાં જબરો ઘટાડોDecember 05, 2018

બેંગ્લોર તા. 5
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે અમેરિકામાં કામ કરવા ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુકયો છે. અન્ય પરિબળો પણ આના માટે જવાબદાર રહૃાા છે.
યુરોપિયન યુનિયનમાંથી ગયા વર્ષે બ્રિટનની બાદબાકી થયા બાદ અને ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિના પરિણામ સ્વરુપે આ દેશોમાં નોકરી માટે ઇચ્છુક ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ ચુકયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા અને બ્રિટનમાં જવા ઇચ્છુક અને નોકરી કરવા ઇચ્છુક ભારતીયોમાં ક્રમશ: 38 ટકા અને 42 ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુકયો છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર 2017થી ઓકટોબર 2018 વચ્ચેના ગાળામાં આ ઘટાડો નોંધાયો છે.
એકંદરે નોકરીની શોધમાં વિદેશ જતાં ભારતીયોની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાઈ ચુકયો છે. વિકસિત દેશોમાં અસ્થિર રાજકીય સ્થિતિના પરિણામ સ્વરુપે પણ અંધાધૂંધી ફેલાયેલી છે. ભારતીયો ઘરઆંગણે નોકરીની શોધ કરવામાં હવે વધારે ધ્યાન આપી રહૃાા છે.