પાકિસ્તાનમાં મિનરલ વોટરની કંપનીને તાળાં?December 05, 2018

પાક. સુપ્રીમ કોર્ટે કહ્યું ગુણવત્તા સુધારો નહીં તો કંપનીને બંધ કરો
લાહોર તા.5
પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે સોમવારે એક અજીબો ગરીબ નિર્ણય સંભળાવ્યો હતો, તેમણે એક કેસની સુનાવણી દરમિયાન બોતલબંધ પાણી વેચવાવાળી કંપનીઓએ પાણીની ગુણવત્તામાં સુધારો ના કર્યો તો તે કંપનીઓને બંધ કરી દેવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જો કે, પાકિસ્તાનના એક સત્તાવાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંયંત્રોની પાસે પાણીની ગુણવત્તા તપાસવા માટે વિશેષજ્ઞ અને પ્રશિક્ષિત કર્મચારી નથી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, ચીફ જસ્ટિસ સાકિબ નિસાર, ન્યાયમૂર્તિ એજાજુલ અહસન અને ન્યાયમૂર્તિ ફૈસલ અરબાબની પીઠે બોતલબંધ પાણી સંબંધિત કેસને ધ્યાનમાં લેતા જલ આયોગ તરફથી દાખલ કરવામાં આવેલા રિપોર્ટ પર નિરાશા વ્યક્ત કરી છે. રિપોર્ટનો હવાલો આપીને અખબારે વધુમાં લખ્યું છે કે, અમુક કંપનીઓની પાસે પાણીની ગુણવત્તા તપાસવા માટે વિશેષજ્ઞ અને પ્રશિક્ષિત કર્મચારી નથી, જ્યારે અમુક સંયંત્રોની પાસે પર્યાવરણ સંબંધી જરૂરી મંજૂરી નથી.
ચીફ જસ્ટિસે કહ્યું કે, આયોગના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ, હું બોતલબંધ પાણીની કંપનીઓને તાળું લગાવી દેવા માંગું છું. જે કંપનીઓ પાણી ચોરી રહી છે તેમને વળતર આપવાનું રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જો કંપનીઓએ પોતાના કામકાજમાં સુધારો ના કર્યો તો ઉચ્ચ કોર્ટની પાસે તેને બંધ કર્યા સિવાય અન્ય કોઇ રસ્તો શેષ બચતો નથી. તેમણે કહ્યું કે, જો આ કંપનીઓને બંધ કરી દેવામાં આવે તો કોઇ તરસથી મરી જશે નહીં.