રેલવેનું સ્ત્રી દાક્ષિણ્ય: એસી ટ્રેનોની થ્રી ટિયરમાં 6 બર્થ અનામતDecember 05, 2018

45 પ્લસ, ગર્ભવતી મહિલાઓને મળશે લાભ; દરેક કોચમાં 4 લોઅર બર્થ સંયુક્ત રિઝર્વેશનમાં નવી દિલ્હી તા.5
રેલવે બોર્ડ તરફથી જાહેર કરાયેલા સકર્યુલર અનુસાર રેલવેએ રાજધાની, દુરન્તો અને દરેક એર ક્ધડીશન્ડ ટ્રેનના એસી 3 ટિયરની છ બર્થને મહિલાઓ માટે રિઝર્વ કરવાનો નિર્ણય કર્યો છે. આ રિઝર્વેશન વરિષ્ઠ નાગરીકો, 45 વર્ષ કરતાં વધારેની મહિલાઓ તેમજ ગર્ભવતી મહિલાઓ માટે છે, જેમાં એસી 3 ટિયરમાં દરેક કોચમાં નીચેની ચાર બર્થ સંયુકત રિઝર્વેશન હેઠળ અપાઈ છે. હાલ રેલવે દરેક એકસપ્રેસ ટ્રેનમાં મહિલા યાત્રીઓને તેમની ઉંમર, એકલા મુસાફરી કરવી અથવા સમૂહમાં મુસાફરી કરવાના આધારે સ્લીપર કલાસની 6 બર્થનું રિઝર્વેશન આપે છે. જેની હેઠળ ગરીબ રથ એકસપ્રેસ ટ્રેનના થર્ડ એસીમાં દરેક ટ્રેનમાં મહિલાઓ માટે 6 સીટ પણ રિઝર્વેશન હોય છે.
દરેક ટ્રેનના સ્લીપર કલાકમાં વરિષ્ઠ નાગરીકો, 45 વર્ષ કરતાં વધારે ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ માટે સ્લીપર કલાસમાં દરેક બોગીમાં નીચેની 6 બર્થ અને એસી 3 અને એસી 2 ટિયર કલાસમાં દરેક બોગીમા નીચેની ત્રણ બર્થ સંયુકત રીતે રિઝર્વ હોય છે.
સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, એ નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક રાજધાની/દુરંતો એર ક્ધડીશન ટ્રેન માટે થર્ડ એસીમાં 6 બર્થ મહિલા યાત્રીઓની ઉંમર, એકલા મુસાફરી કરવાની અથવા મહિલાઓ સાથે સમૂહમાં મુસાફરી કરવાના આધાર પર તેના માટે રિઝર્વ હોવી જોઈએ.