કાલે બાબાસાહેબને રાષ્ટ્ર આપશે શ્રધ્ધાંજલિDecember 05, 2018


નવી દિલ્હી: આવતીકાલે 6ઠ્ઠી ડિસેમ્બર, 2018ના દિવસે રાષ્ટ્રપતિ ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરને એમના 63મા મહાપરીનિર્વાણ દિવસના અવસરે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ સવારે સંસદ ભવન પરિસરમાં આવેલી સંસદ ભવનની લોનમાં ગોઠવેલી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબને ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય મહાનુભાવો પણ સવારે 9:30થી 11માં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પુષ્પહાર અર્પણ કરનાર અન્ય નેતામાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટેના કેન્દ્રીય પ્રધાન ડો. થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટેના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ
આઠવલે, ક્રિશનપાલ ગુર્જર, વિજય સામ્પલા અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળની સ્વતંત્ર સંસ્થા આંબેડકર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.