ગાંધીનગરના ચિલોડાની હોટેલમાં રચાયું હતું પેપર લીકનું કૌભાંડDecember 04, 2018

ગાંધીનગર તા,4
પેપરલીક મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. જે મુજબ, ચિલોડા સ્થિત એક હોટલમાં મિટિંગ થઇ હતી. ચિલોડામાં અંજલિ ઇન હોટેલમાં સમગ્ર કૌભાંડને કેવી રીતે પાર પાડવું તે મિટીંગ કરવામાં આવી હતી. પરીક્ષા સમયે પેપર લીક થયાની જાણ થતા જ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી, જેને કારણે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જ્યારે કે, આ સમગ્ર કૌભાંડ જે સ્થળ પર રચાયું હતું, તે 1વિવાદાસ્પદ હોટલનું નામ સામે આવી ગયું છે. ગાંધીનગરના ચિલોડામાં અંજલિ ઈન હોટલ આવેલી છે.
આ હોટલમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર કૌભાંડનું ષડયંત્ર ઘડાયું હતું. આ હોટલમાં યોજાયેલી આ મિટિંગમાં 50 જેટલા લોકો સામેલ હતા. પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ પહેલા પણ આ હોટલ વિવાદમાં આવી ચૂકી છે. અને હવે ફરીથી મોટા કૌભાંડમાં આ હોટલનું નામ સામે આવ્યું છે. ત્યારે એજન્સી આ અંગે વધુ તપાસ કરી રહી છે. વિવાદમાં જે હોટલ અંજલિ ઈનનું નામ સામે આવ્યું છે તેના માલિક શંકર રાણા છે. જેઓ મધુર ડેરીના ચેરમેનના ભાઈ છે. તો બીજી તરફ, પોલીસને કેટલીક ઓડિયો ક્લિપ હાથ લાગી છે. જેમાં નાણા ચૂકવણી અને સોદાબાજીના પુરાવા મળ્યા છે. તેથી હવે વધુ લોકો આ કેસમાં પકડાય તેવી શક્યતા છે. પેપર લીક કૌભાંડમાં અરવલ્લીના યુવાનની કરાઇ અટકાયત
ગાંધીનગર: લોકરક્ષક દળ ભરતીના પેપર લીક કૌભાંડમાં અરવલ્લીના બામડના રમોશ ગામના એક યુવાનની પેપર ખરીદી મામલે અટકાયત કપોલીસે કરી છે. બહુ ગાજેલા પેપર લીક કૌંભાડમાં અરવલ્લીના બાયડના રમોશ ગામના પ્રીતેશ નટવરલાલે લીક પેપર ખરીદયું હોવાની ચર્ચા છે. આ મામલે ગાંધીનગર પોલીસે પ્રિતેશની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.