હવે લાઈટ બિલ વધશેDecember 04, 2018

 ગુજરાત જ નહીં
મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પણ વીજળી મોંધી થશે
 સરકારે વીજ ઉત્પાદન કરતી કંપનીઓને મોંઘા કોલસાનો ભાર ગ્રાહકો પર નાખવા આપી છૂટ   નવી દિલ્હી તા,4
વિદેશથી આયાત થતા કોલસાના ભાવ વધતા ગુજરાતમાં વીજ ઉત્પાદનના પ્લાન્ટ ચલાવતા ટાટા, અદાણી અને એસ્સાર જૂથને ગુજરાત સરકારે ગ્રાહકો પાસેથી વધારે કિંમત વસૂલવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં વીજળીની કિંમત વધવાની પૂરેપૂરી શક્યતા છે. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
શનિવારે જાહેર થયેલા એક આદેશમાં રાજ્ય સરકારે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસકોમ) ને પાવર પ્લાન્ટ સાથેનો તેમનો
(અનુસંધાન પાના નં.10)
એગ્રીમેન્ટ ફરીથી કરવા અને વીજળીના ભાડા વધારવા માટે જરૂરી મંજૂરી મેળવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગુજરાત સરકારને એગ્રીમેન્ટમાં જરૂરી ફેરફાર કરવા માટે છૂટ આપી હતી.
ગ્રાહકોના હિતની રક્ષા કરતી બે એનજીઓ એ 2017 માં વીજદરમાં વધારા સામે વાંધો ઊઠાવતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે એનજીઓ ‘પયાસ’ એપેલેટ ફોરમ પાસે તકરાર નિવારણની અરજી કરી શકે છે. એપ્રિલ 2016માં સુપ્રીમ કોર્ટે વીજદાર વધારા વિરુદ્ધ ચુકાદો આપ્યો પછી રેસ્ક્યુ પેનલની રચના કરવામાં આવી હતી.
ઓક્ટોબરમાં ગ્રાહકોના હિતની રક્ષા કરતી બે એનજીઓ એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પેનલે જે બેલ આઉટ પેકેજ મંજૂર કર્યું છે તેને કારણે ગ્રાહકોના ભોગે વીજ ઉત્પાદકોને રૂા.1.9 લાખ કરોડનો ફાયદો થશે. મુંદ્રામાં આવેલા વીજ ઉત્પાદન પ્લાન્ટસનું આયાતી કોલસાની કિંમત વધ્યા બાદ વીજ દર વધારવાની મંજૂરી ન મળતા દેવુ વધીને 22,000 કરોડે પહોંચી ગયું છે.
આવામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા વીજળીના દરમાં વધારો સરકાર માટે રાજકીય દ્રષ્ટિએ ઘાતક પુરવાર થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસ શાસિત પંજાબ આ ભાવવધારાથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાંથી વિરોધ કરનારુ રાજ્ય બની શકે છે. વાળી એનજીઓ પણ વીજદરમાં વધારાના નિર્ણયને પહેલા નિયંત્રક સામે અને ત્યારબાદ એપીટીઈએલ સામે ચેલેન્જ કરી શકે છે જેને કારણે આ સમસ્યાનો નિવેડો લાવવામાં વધુ સમય લાગી શકે છે.