જૂનાગઢમાં બીજ નિગમના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા: 400 કિલો જીરુંની ચોરીDecember 04, 2018

જૂનાગઢ તા,4
જૂનાગઢના બીજ નીગમના ગોડાઉનમાંથી કોઈ તસ્કરો રૂા.80 હજારની કિંમતની 8 બોરી જીરૂ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે. પંરતુ છેલ્લાં ઘણાં સમપક્ષ. જૂનાગઢ સહિત સમગ્ર જીલ્લામાં ચોર ઈશ્મો એક પછી એક ઘરફોડી, દુકાનના શટર તોડી, કે વિવિધ રીતે ચોરીને અંજામ આપી રહ્યો છે તો બીજી બાજું જૂનાગઢ શહેરમાં બાઈક ચોરીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે ત્યારે લોકોમાં ચાર ઈસમોને ભય પેદા થવા પામ્યો છે.
નીલમબાગમાં બીજ નીગમનું ગોડાઉન આવેલ છે જેમાં જીરૂ સહિતની જણસ રાખવામાં આવેલ હતી ત્યારે ગત તા.1 ના રોજ સવારના 9 થી રાત્રીના 9 દરમીયાન રૂા.80 હજારની કિંમતની 400 કીલો ભરેલ 8 બોરી જીરૂ કોઈ ચોર ઈશ્મ ચોરી કરી લઈ ગયાની બીજ નીગમ વિભાગના મેહુલભાઈ મુળુભાઈ બામરેટીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
બાઈકની ઉઠાંતરી
શહેરના જવાહર રોડ ઉપર આવેલ માનસી એપાર્ટમેન્ટમાંથી શૈલેષભાઈ અનીલભાઈ સરવૈયાનું રૂા.25 હજારનું હીરો હોન્ડા મોટર સાયકલ તથા વણઝારી ચોક, નવા નાગરવાડા શેરી નં.3માંથી નરેન્દ્રભા ભેરૂમલભાઈ ધનવાણીનું રૂા.20 હજારનું એવીએટર મોટર સાયકલ કોઈ ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
પશુની ચોરી
વંથલીના રગતીયા બાપાના મંદીર પાસે આવેલ દાઉદ ઉમરભાઈ સોઢાની વાડીએ ઢાળીયામાં બાંધેલા રૂા.સાત હજારની કિંમતના પાડાની કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયો હતો.
વૃધ્ધની લાશ મળી
જૂનાગઢના અશોક શિલાલેખ સામેથી સાવરકુંડલાના ભુરાભાઈ રાણાભાઈ પરમાર (ઉ.વ.70) નામના વૃધ્ધનો ગઈકાલે બપોરે મૃતદેેહ મળી આવતા ભવનાથ પોલીસે તેનો મૃતદેહ કબજે લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.