જામનગર-બ્રાંદ્રા ટ્રેન હવેથી ‘હમસફર’

  • જામનગર-બ્રાંદ્રા  ટ્રેન હવેથી ‘હમસફર’

 ઉદય એક્સપ્રેસ નવા નામથી દોડશે : ડબલડેકર એસી કોચમાં વાઈફાઈ, એલાર્મ, એલસીડી વગેરે સુવિધા
રાજકોટ : જામનગરથી બાંદ્રા સહિત દેશમાં ત્રણ રૂટ પર ડબલ ડેકર એસી ચેરકાર ઉદય એક્સપ્રેસ દોડાવવાની જાહેરાત 2016ના રેલવે બજેટમાં કરવામાં આવી હતી. તત્કાલીન રેલવે મંત્રી દ્વારા કરાયેલી આ જાહેરાતના પોણા ત્રણ વર્ષ બાદ રેલવે તંત્રને ઉદય એક્સપ્રેસ માટે ટ્ર્ેન ફાળવાઈ નથી. તેના પગલે હવે રેલવે બોર્ડ દ્વારા જામગનર - બાંદ્રા રૂટ પર ઉદય એક્સપ્રેસના બદલે થર્ડ એસી કોચ ધરાવતી હમસફર એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. ઉદય એક્સપ્રેસના સમયપત્રક મુજબ જ દોડનારી આ હમસફર એક્સપ્રેસ ક્યારે શરૂ થશે તેની જાહેરાત હવે પછી કરાશે.
બિઝનેસ ક્લાસ વ્યક્તિઓને ધ્યાનમાં રાખી રાત્રે જે પ્રવાસ કરી સવારે પહોંચાડે તેવી ડબલ ડેકર એસી ચેરકાર ટ્રેન ઉદય એક્સપ્રેસ શરૂ કરવાની હતી. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ તૈયાર થયેલી આ ટ્રેનના કોચમાં 120 પેસેન્જરોને બેસવાની ક્ષમતા હોય છે. તેમાં વાઈફાઈ, સ્માર્ટ સ્મોક એલાર્મ સિસ્ટમ, એલસીડી ઉપરાંત નાસ્તા, ચા અને કોલ્ડ્રિંગ માટે વેન્ડિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.