પેપરકાંડમાં વધુ એક ભાજપ નેતા ઝબ્બે, ત્રણ ધારાસભ્ય શંકાના દાયરામાંDecember 04, 2018

 દિલ્હીમાં મૂળ ગુજરાતી યુવાનની પૂછપરછ: ચારેય શખ્સોને ગુજરાત બહાર લઈ જશે પોલીસ: 10 ક્ધટેનરમાં વડોદરા પેપર લવાયા અને
20 ડ્રાઈવર બદલાયા છતાં પેપર ફુટ્યું
રાજકોટ તા.4
લોકરક્ષક દળની ભરતીની પરીક્ષામાં પેપર લીકકાંડમાં ભાજપના બે નેતા અને એક પીએસઆઈની ધરપકડ બાદ વધુ એક ભાજપના નેતાની સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં ત્રણ
ધારાસભ્યો પણ શંકાના દાયરામાં આવતા હોવાની વિગતો પ્રકાશમાં આવતા ખળતીબાટ મચી જવા પામ્યો છે. રવિવારે રાજકોટ સહિત રાજ્યભરના પરીક્ષા કેન્દ્ર ખાતે લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ તે પૂર્વે જ પેપર ફુટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેના કારણે રાજ્યભરમાં 8.76 લાખ પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા અને પેપર લીકથી અનેક જગ્યાએ પોલીસ અને પરીક્ષાર્થીઓ વચ્ચે માથાકુટના બનાવો બન્યા હતા.
લોકરક્ષક દળનું પેપર ફુટતા રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા અને પોલીસ તાબડતોબ હરકતમાં આવી પેપર ફોડનાર વડોદરા મહાપાલિકાના યશપાલ સોલંકી, અરવલ્લીનો મનહર પટેલ, બનાસકાંઠાનો મુકેશ ચૌધરી, ગાંધીનગરની રૂપલ શર્મા, ગાંધીનગરના વાયરલેસ પીએસઆઈ પી.વી. પટેલના નામ ખુલ્યા હતા. પોલીસે તાબડતોબ મનહર પટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્મા, પીએસઆઈ પી.વી.પટેલની ધરપકડ કરી હતી. જ્યાર પેપર કૌભાંડનો માસ્ટર માઈન્ડ યશપાલ સોલંકી ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ આદરી છે. દરમિયાન પકડાયેલા ચારેય શખ્સોની પુછપરછ કરતા પેપર કૌભાંડમાં વધુ એક ભાજપના નેતાની સંડોવણી ખુલી છે. બાયડના સાંઠલા ગામના જયેન્દ્ર રાવલ ભાજપના પૂર્વ મહામંત્રી છે તેણે મનહર પટેલને પેપર ફોડવામાં મદદગારી કરી હોવાની વિગત ખુલવા પામી છે. ભાજપ નેતાનું નામ ખૂલતા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્માની પોલીસે અદ્યન પુછતાછ કરતા તેણે પોપટ કૌભાંડમાં વટાણા વેરી દિધા છે. રૂપલ શર્માને ત્રણ ધારાસભ્ય સાથે ધનિષ્ઠ સબંધ છે અને પેપર કૌભાંડમાં અત્યારે ત્રણેય ધારાસભ્યો શંકાના દાયરામાં આવ્યા છે. પોલીસે આ ત્રણેય
ધારાસભ્યોના નામ જાહેર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પેપર ફોડવાનું કાવતરુ દિલ્હીના ત્ર્યબકેશ્ર્વર મંદિરમાં ઘડવામાં આવ્યુ હતું. પેપર ગુજરાત બહાર છપાયા હોય પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા કર્મચારીતેમજ મુળ ગુજરાતીની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ચારેય શખ્સોને પોલીસ ગુજરાત બહાર પુછપરછ માટે લઈ જશે. દરમિયાન પેપર ફોડવા અંગે ચીલોડાની અંજલી હોટલમાં 50 શખ્સોની બેઠક મળી હતી. આ હોટલ મધુર ડેરીના ચેરમેનના ભાઇની હોવાનું જાણવા મળી રહ્યું છે અને અગાઉ હોટલ અનેક વિવાદોમાં સપડાઇ ચૂકી છે.
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3ની 17,532 ખાલી જગ્યાઓની સીધી ભરતી માટે વર્ષ 2016-17માં પરીક્ષા લેવાઈ હતી. અત્યારસુધીની સૌથી મોટી ભરતી માટે પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવાયાં હતાં. પ્રશ્ર્નપત્રોને ગુજરાત 10 ક્ધટેનરમાં લવાયાં, જેમાં 20 ડ્રાઇવર્સ બદલાયાં હતાં. છતાં પણ પેપર ફુટી જતાં રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3ની 17,532 ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2016-17માં પરીક્ષા લેવાઈ હતી. હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક, જીઈ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ પુરુષ તથા મહિલા/મેટ્રન સંવર્ગની સીધી ભરતી
માટે લાખો ઉમેદવારોએ લેખીત પરીક્ષા આપી હતી. લેખીત બાદ શારીરિક ક્ષમતા અને શારીરિક માપદંડની પરીક્ષા લેવાઈ હતી. લોક રક્ષક બોર્ડ દ્વારા ભરતીની પરીક્ષાના પ્રશ્ર્નપત્રો એકદમ ગુપ્તરાહે તૈયાર કરાવાયાં હતાં. ભરતી બોર્ડના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ અજાણ હતાં. લાખો ઉમેદવારોના ભવિષ્યનો સવાલ હોવાથી પરીક્ષાના પ્રશ્ર્નપત્રો ગુજરાત બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવવામાં આવ્યાં હતાં. પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા લોકોને મોબાઇલનો ઉપયોગ કરવાની પણ મનાઈ હતી. લાખોની સંખ્યામાં પ્રશ્ર્નપત્રોને 10 ક્ધટેનરમાં ગુજરાત લવાયાં હતાં. હાઈવે પર વિવિધ સ્થળે ક્ધટેનરનાં 20 ડ્રાઇવર્સ બદલ્યાં બાદ પ્રશ્નપત્રોને વડોદરા ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઊભા કરાયેલાં સ્ટ્રોંગ રૃમ ખાતે લવાયાં હતાં. પરીક્ષા બાદ ર્ંસ્ઇ શીટને રાજ્યના વિવિધ કેન્દ્રથી અત્રેના સ્ટ્રોંગ રૃમ ખાતે લેવાઈ હતી. ઉચ્ચ અધિકારીઓની ટીમ અને સીસીટીવી કેમેરાની નિગરાણી હેઠળ લાખો ઉમેદવારોના પ્રશ્ર્નપત્રોની ચકાસણી કરાઈ હતી. રિમાન્ડમાં કેટલીય વિગત ખુલશે
લોકરક્ષક પેપર લીક થવા મામલે ઝડપાયેલા મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે જજના બંગલે રજુ કરી 14 દિવસના રિમાન્ડ ની માગણી કરતા ચારેય. આરોપીઓને દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પેપર લીક મામલે મુખ્ય સૂત્રધારોેને ઝડપી લેવા અને નાણાંકીય વ્યવહારોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આ કેસનો મુખ્ય આરોપી યશપાલ સોંલકી હજુ પકડવાનો બાકી છે.