SBIના ગ્રાહકોએ ATM ચાર્જ ન ચૂકવવો હોય તો એક શર્ત

  • SBIના ગ્રાહકોએ ATM ચાર્જ  ન ચૂકવવો હોય તો એક શર્ત

રૂા.25000નું મંથલી બેલેન્સ યથાવત રાખવું પડશે
મુંબઇ તા.4
એસબીઆઇએ ગ્રાહકો માટે નોંધપાત્ર સમાચાર છે. અત્યાર સુધી તમે ફક્ત 8 અથવા 10 વખત એટીએમ વડે ફ્રી ટ્રાન્જેક્શન કરી શકતા હતા પરંતુ જો તમે તમારા ખાતામાં મિનિમન બેલેન્સ દર મહિને રાખો છો તો તમે એટીએમ વડે અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) એ દેશની ટોપ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે તે પોતાના ગ્રાહકોને દર મહિને એક નિશ્વિત સંખ્યામાં ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે. એસબીઆઇના ગ્રાહકો જો અનલિમિટેડ ફ્રી એટીએમ વડે ફ્રી ટ્રાંકેશન કરી શકતા હતા પરંતુ જો તમે તમારા ખાતામાં મિનિમન બેલેન્સ દર મહિને રાખો છો તો તમે એટીએમ વડે અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) એ દેશની ટોપ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે તે પોતાના ગ્રાહકોને દર મહિને એક નિશ્વિત સંખ્યામાં ફ્રી એટીએમ ટ્રાંઝેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે.
એસબીઆઇની વેબસાઇટના અનુસાર જે એકાઉંટ હોલ્ડર 25,000 રૂપિયાનું મંથલી બેલેંસ યથાવત રાખે છે તેમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ગ્રુપના કોઇપણ એટીએમમાંથી દર મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે. જોકે તેની કેટલીક શરતો પણ છે. એસબીઆઇના આમ ગ્રાહક જે 1 લાખ રૂપિયા અથવા તેનાથી વધુનું મંથલી એવરેજ બેલેંસ મેંટેન કરે છે તેમને બેંકોના એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે. સેલરી એકાઉંટને એસબીઆઇ પોતાના ગ્રુપના બધા એટીએમ ઉપરાંત બીજી બેંકોના એટીએમમાંથી પણ અનલિમિટે ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા આપે છે.
જો તમે એસબીઆઇ ના રેગુલર સેવિંગ્સ બેંક એકાઉંટ હોલ્ડર છો તો મહાનગરોમાં તમને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા મળે છે. તેમાં 5 ટ્રાંજેક્શન્સ એસબીઆઇ એટીએમ અને 3 ટ્રાંજેક્શન બીજી બેંકોના એટીએમમાંથી કરી શકાશે. બીજી તરફ નોન-મેટ્રોના ખાતા ધારકો માટે આ સીમા 10 ફ્રી ટ્રાંજેક્શન (5 એસબીઆઇ અને 5 બીજી બેંકોના એટીએમ માંથી) દર મહિને મળશે. ફ્રી ટ્રાંજેક્શન ઉપરાંત જો તમે એટીએમ નો ઉપયોગ કરો છો તમારે 5 (જીએસટી વધારાના) થી લઇને 20 રૂપિયા (જીએસટી વધારાના)નો ચાર્જ ચૂકવવો પડશે.